________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૧ ગુણકર્માનુસાર સમાજના પ્રત્યેકાગે સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત થવું કે જેથી દેશ, સમાજ, સંઘને મહાન લાભ થાય અને સ્વાત્માની ઉન્નતિમાં વિદ્યુતવેગે પ્રવૃત્તિ કરી શકાય. સ્વાધિકારને નિર્ણય કરીને પ્રવૃત્તિ કર્યાથી આત્મશક્તિને જે રીતે પ્રકાશ થવાને તે માર્ગો ખુલ્લા થાય છે અને તેથી આત્મશક્તિને અત્યંત વેગે પ્રકાશ કરી શકાય છે. વાધિકારે કર્તવ્ય કર્મ કરવાથી સ્વાસ્તિત્વ પ્રગતિનું રક્ષણ થાય છે અને સ્વાસ્તિત્વને નાશ કરવા પ્રવૃત્ત થએલ દુષ્ટ શત્રુ મનુષ્યની પ્રવૃત્તિને ધૂળ ભેગી કરી શકાય છે. મન, વાણી, કાયા, અને આત્મા એ ભાગને મનુષ્ય કહેવામાં આવે છે. મનને તેની શક્તિ પ્રમાણે કર્તવ્ય કાર્યોમાં પ્રવર્તાવવું, વાણીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી, કાયાને શક્તિ પ્રમાણે કર્તખ્ય કાર્યમાં પ્રવર્તાવવી અને આત્માને આત્માના ધર્મ પ્રમાણે તેના વાસ્તવિક કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવ, તે પણ દેશકાલને અનુસરીને પ્રવર્તાવ, એ કંઈ પરિપૂર્ણ જ્ઞાનયેગને પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. અએવ સમાજે, સંઘે પ્રત્યેક મનુષ્યને પરિપૂર્ણ સ્વર્તિવ્યપ્રવૃત્તિમાં ભાન થાય એ ગુરૂકુલાદિદ્વારા સબધ પ્રાપ્ત કરાવવું જોઈએ. પ્રત્યેક મનુષ્યને સર્વ બાબતોને પરિપૂર્ણ જ્ઞાની બનાવવું જોઈએ કે જેથી તે સ્વાધિકાર કર્તવ્ય પ્રવૃત્તિથી કદાપિ ભ્રષ્ટ ન થાય અને અન્ય પ્રવૃત્તિને કદાપિ સ્વીકાર ન કરે. જેનામાં જે કાર્ય કરવાની શક્તિ ખીલી હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી તે પિતાને અને વિશ્વને અલ્પષપૂર્વક મહાન લાભ સમર્પવાને શક્તિમાન હોય તેણે તે કાર્યપ્રવૃત્તિને સ્વીકારવી. સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવાને પ્રત્યેક મનુષ્યને સ્વતંત્ર હક્ક છે પણ અન્યના હક્કમાં માથું મારવાને તેને અધિકાર નથી. સર્વ મનુષ્યની દલીલો સાંભળવાને પ્રત્યેક મનુધ્યને અધિકાર છે પરંતુ આત્માના સત્યને ત્યાગ કરીને અન્યની હાજીમાં હા કરી સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મ કરવાને અધિકાર નથી, એમ જે વિશ્વસમાજને પ્રત્યેક મનુષ્ય સમજી શકે છે તે તેથી દેશાર્થે થતાં યુદ્ધ અને ધર્માર્થે થતાં યુદ્ધને અન્ત આવે છે તથા તેથી સર્વદેશીય જનસમાજ પરસ્પર એક બીજાના સુખમાં ભાગ લે
For Private And Personal Use Only