________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યક કર્તવ્ય કાર્યો ક્યાંસુધી પિતાને કરવાનાં હોય છે તે વય, અશક્તિ, અવસ્થા, જ્ઞાન, પ્રયોજનાદિથી પિતાને તેને અનુભવ થાય છે. સ્વતંત્રપણે અનેક જ્ઞાનની દલીલેથી રવાધિકાર કર્તવ્ય કર્મક્રિયાને નિર્ણય કરવું જોઈએ. ગૃહસ્થદશાને ત્યાગ કરીને ત્યાગીની દશા સ્વીકારતાં કર્તવ્યકર્મ કિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે કાર્યયિાઓને ભેદ પડે છે અને જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા હોય તેને પ્રથમથી વિવેક કરીને તેને આદર કરે અને અન્ય કિયાએથી નિવૃત્ત થવું. જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવાની જે જે રીતે જરૂર હોય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી. ન્યાયાધીશનાં કર્તવ્યની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવું અને ફ્રજદારની કમક્રિયામાં ફેજદારે પ્રવૃત્ત થવું. ક્ષત્રિએ ગુણકર્માનુસારે ક્ષત્રિયનાં કર્મો કરવાં અને બ્રાહ્મણે એ ગુણકર્માનુસારે બ્રાહ્મણોના કર્મની ક્રિયાઓ કરવી. ગુણકર્માનુસારે વૈશ્યએ વૈશ્યકર્મની ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું અને ગુણકર્માનુસારે એ શુદ્રકર્મક્રિયામાં પ્રવૃત્ત થવું. ગુણકર્માનુસારે જે કાર્ય કરવામાં જ્યાં સુધી પિતાને અધિકાર છે ત્યાં સુધી તે કિયા કર્યા કરવી અને તે ક્રિયાને
સ્વાધિકાર ટળ્યા બાદ તેમાં પ્રવૃત્તિ કરવી નહિ એવી મનુષ્યએ વિવેક બુદ્ધિ ધારણ કરવી જોઈએ. અધિકાર ભેદે કર્તવ્યકિયા ભેદ, એ વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, તેનો નાશ કરવાથી મનુષ્યોની પ્રવૃત્તિનું સ્વાતંત્ર્ય ટળતાં તેઓ કાષ્ટનાં પૂતળાં સમાન બને છે. જે કાર્ય કરવાની જેનામાં શક્તિ હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી જેના આત્માની સ્વતંત્ર પ્રગતિ થતી હોય અને જે કાર્ય કરવાથી તે વિશ્વને લાભ સમર્પી શકતા હોય તે તેના સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ અવબોધવી. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મ કિયા કરવાને સ્વતંત્ર હેવો જોઈએ અને તેની પ્રવૃત્તિ તેને અનેક દલીલ આપીને સમજાવીને ફેરવવી જોઈએ, અન્યથા વિશ્વનું પાતંત્ર્યપ્રવર્તન કદાપિ નષ્ટ થવાનું નથી અને વિશ્વ જનસમાજ સુખી થવાનું નથી. જે કાર્ય કરવામાં જે મનુષ્યની વેચતા ન હોય તેમાં તેને પ્રવર્તાવવાને અન્યને અધિકાર નથી. લાભાલાભને વિચાર કરીને જ્ઞાનપૂર્વક પ્રત્યેક મનુષ્ય
For Private And Personal Use Only