________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૬ ટળી જાય છે તે માટે કહ્યું છે કે–પુરતુ મૌનશાસ્થાના: દિવ્યાતુ સિરાયા: ગુરૂઓની માનતા છતાં શિષ્યના સદેહે દૂર થાય છે. તેનું ખરેખરૂં કારણ તેમની કર્તવ્યપ્રવૃત્તિની અસર છે; કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં આત્મામાં એવી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી શિષ્યના સદેહે ખરેખર યોગીને દેખતાં તુર્ત સ્વયમેવ પ્રત્યુત્તર પામી શમી જાય છે. કીડીઓની કર્તવ્યપ્રવૃત્તિ દેખતાં આપણા હૃદયમાં આલસ્ય પ્રગટયું હોય છે તે તેને નાશ થાય છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સદા મગ્ન રહેવું એ સ્વકર્તવ્ય ફરજ છે. એક મહાત્મા એક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા પેઠા એવામાં એક વિંછી તણાતે તણાતે ત્યાં તેમણે દીઠે. મહાત્માના મનમાં તુર્ત દયા આવી અને તેને હરતમાં ઝાલ્યા. વૃશ્ચિકે તુર્ત મહાત્માને ડંખ માર્યો. મહાત્માએ તુર્ત તેને જલમાં નાખ્યું પુનઃ તેને તણાતે દેખીને તેને હસ્તમાં ઝાલ્યો. વિંછીએ પુનઃ તેના હસ્તપર ડંખ માર્યો, એમ ચાર પાંચ વખત મહાત્માને તે વૃશ્ચિક કરડે તોપણ મહાત્માએ સ્વકર્તવ્ય પ્રવૃત્તિમાં મગ્ગલ રહીને તેને બહાર કાઢો. મહાત્માની આવી પ્રવૃત્તિ દેખીને નદી કાંઠે ઉભેલા એક મનુષ્યને હસવું આવ્યું અને તેણે મહાત્માને કહ્યું કે અરે મહાત્મન ! તને વૃશ્ચિકે બે ચાર પાંચ વાર માર્યા છતાં કેમ તેને બહાર કાઢયો ? મહાત્માએ પૃચ્છકને કહ્યું. ભાઈ! વૃશ્ચિકે પિતાની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને બજાવી અને મેં મહાત્માની કર્તવ્યપ્રવૃત્તિને બજાવી. તેણે સ્વકર્તવ્ય કર્મપ્રવૃત્તિને સ્વભાવનુસાર સેવીને તેમાંથી કર્તવ્ય કર્મોનું શિક્ષણ આ જગતને આપ્યું અને મેં મહાત્માના સ્વભાવ પ્રમાણે કર્તવ્યકર્મપ્રવૃત્તિને સેવી માન રહી જગને કર્તવ્ય કર્મને બોધ આપ્યો. આ ઉપરથી સાર એ લેવાને છે કે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી મનુષ્ય મન રહ્યા છતે પણ જગતને ઉપદેશ આપે છે. માટે સ્વઆવશ્યકફરજના અનુસાર કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી જગતુશાલાના જીવને ઉપદેશ દેવે જોઈએ.
અવતરણુ-કર્મવેગને યાવત્ જ્યાં જ્યાં જે જે કર્તવ્ય કર્મ કિયાને અધિકાર છે તાવતુ તેણે ત્યાં ત્યાં તે તે કર્તવ્ય કર્મની ક્રિયા કરવી અને જેમાં પિતાને અધિકાર નથી તે તેણે ન કરવી ઈત્યાદિ દર્શાવે છે.
For Private And Personal Use Only