________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬િ૩૦ તેઓ કરી શક્યા નહીં. ઔદ્ધધર્મના આગેવાને, ત્યાગીઓ હવાથી, ગૃહસ્થ કર્મયોગીઓમાં પ્રગતિકારક અને સ્વાસ્તિત્વસંરક્ષક શક્તિનાં બીજે પરંપરાએ ઉગ્યા કરે એવી શક્તિ મૂકી શક્યા નહિ, અને જૈનાચાર્યો પણ ત્યાગીઓ હેવાથી તેના જેવી શક્તિ કે જે પરંપરાએ પિતાના વર્ગમાં ઉતરે અને સ્વગૃહસ્થવર્ગમાં પણ પરંપરાએ બ્રાહ્મણની પેઠે ધર્મપષક શક્તિની વિદ્યમાનતા રહે એવી વ્યવસ્થાપૂર્વક શક્તિને કર્મયેગીની ગુણકર્માનુસાર પરંપરાસંરક્ષક પદ્ધતિથી મૂકી શકયા નહિ. જૈનધર્મના ત્યાગીવર્ગમાં અને ગૃહસ્થવર્ગમાં સંકુચિત્તવૃત્તિથી ધર્મકર્મયોગ અને વ્યાવહારિક સાંસારિક કર્મયોગ પ્રવર્તવા લાગે તેથી ધર્મમાં અને કર્મમાં વિશ્વવ્યાપક દષ્ટિથી જૈન સમાજમાં કર્તવ્ય કર્મોને કરવાવાળા કમગીઓ ઘટવા લાગ્યા અને તેનું પરિણામ હાલ જે આવ્યું છે તે ઉપરથી જ અવબોધી શકાશે કે ચાર વર્ણમાંથી જૈનધર્મ વિદાયગીરી લીધી અને એક તળાવડા જેવી જનસંખ્યામાં જૈનધર્મ વિદ્યમાન છે. તેમાં અન્ય જલના અભાવે મલીનતા થાય એ સ્વાભાવિક છે. અતએ જેનકેમે ત્યાગીઓમાં અને ગૃહસ્થમાં મહા કર્મયોગીઓ ઉત્પન્ન થઈ શકે અને તેઓને સ્વકર્તવ્ય કાર્ય કરવામાં અનેક જાતની મુશ્કેલી ન પડે એવે પ્રયત્ન કરી જોઈએ. બદ્ધધર્મ હાલ જ્યાં પ્રવર્તે છે ત્યાં ધર્મમાર્ગમાં અને કર્મમાર્ગમાં કર્મયોગીઓ પ્રગટે છે. જ્ઞાનગીઓને કર્મવેગી કરી શકાય છે અને તેઓ સર્વ વસ્તુ એનું સ્વરૂપ સમજતા હોવાથી, વર્તમાનમાં સર્વ શુભ બાબતેની પ્રગતિ થાય એવી રીતે સુધારા વધારા સાથે કમંગને એવી શકે છે. જે જે બાબતેની આવશ્યકતા અવધાતી હોય તે તે બાબતેના કર્મયોગીઓ પ્રગટાવવા જોઈએ, એમાં જરા માત્ર પ્રમાદ સેવવામાં આવશે તે પ્રગતિશીલ અન્ય દેશીય અને અન્યધર્મીય પ્રજાઓની પાછળ સેંકડો વર્ષ સુધી રહી શકાશે અને વાસ્તિવ પરંપરા સંરક્ષક બીજકેને પણ નાશ થશે. કર્મવેગની પરિપૂર્ણ રેગ્યતા મેળવવાને, પૂર્વે ચારે વર્ણના વિદ્યાર્થીઓ વિશ પચીસ વર્ષ પર્યન્ત ગુરૂકુલમાં વાસ કરીને વિદ્યાધ્યયન કરતા હતા અને પશ્ચાત્ સર્વ પ્રકારની કાચિક, વાચિક અને માનસિક શક્તિ ખીલવીને ગૃહસ્થાવાસમાં કર્મચગી બની પ્રવેશ
For Private And Personal Use Only