________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૭
દુખે વેઠીને વિજય પ્રાપ્ત કર્યો. મોહનલાલ કરમચંદ ગાંધી કેદખાનાને પણ સ્વર્ગ સમાન માનીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં દઢ નિશ્ચયી રહ્યા તેથી તે અને વિજયી બન્યા. જે મનુષ્ય જીવપર આવીને આ પાર કે પેલે પારને વિચાર કરી કર્તવ્ય કાર્યની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે અને વિજ્યશ્રી વરમાલને પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં કોંગ્રેસના ભાગલા પડયા તેથી હિન્દીએ કેટલાક હતાશ થયા પરન્તુ સુરેન્દ્રનાથ બેનરજી અને ગોખલે વગેરેએ તેની પુનઃ પ્રવૃત્તિ પ્રારંભી અને કોગ્રેસને જીવતી કરી. આ ઉપરથી સાર લેવાને એ મળે છે કે આવશ્યક કર્તવ્ય કાર્ય કરતાં કાર્ય અને પોતાને ઘણું દૂર થવું પડે તે પણ કાર્યની પ્રવૃત્તિથી અને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. જાપાનના રાજા મીકા વગેરેએ સ્વદેશની પાશ્ચાત્ય રાજ્યની પેઠે પ્રગતિ કરવા ધારી તેમાં તેમને પ્રથમ મુશ્કેલીઓ નડી, પરંતુ પશ્ચાત્ તેમની કર્તવ્યદિશાને માર્ગ ખુલ્લે દેખાય અને તે પોતાની આંખે જાપાનની ઉન્નતિ દેખી મૃત્યુ પામે. અમેરિકા દેશની પ્રગતિ કરનાર બેજામીન કાંકલીનને પણ પ્રથમ સ્વદેશીય પ્રગતિકારક આવશ્યક કાર્યો કરતાં અનેક વિપત્તિયે નડી હતી, પરંતુ પશ્ચાત્ તેણે સ્વિકાર્યની સિદ્ધિ કરી. ધાર્મિક બાબતેની પ્રગતિમાં પણ પૂર્વે અનેક જૈનાચાર્યોને દુઃખ પડયાં હતાં. દક્ષિણ મદુરામાં અનેક જૈનાચાર્યોના ધાર્મિક વિવાદમાં પ્રતિપક્ષીઓએ પ્રાણે લીધા હતા, તથાપિ તેઓ અંશ માત્ર આત્મધર્મથી ચલાયમાન થયા નહતા. તેઓએ કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિ સ્વફરજરૂપ ધર્મ અદા કરવામાં પ્રાણુની પૃહા રાખી નહોતી. આત્માર્પણમાં જ્યાં સંકેચ હોય છે અને જ્યાં મૃત્યુની ભીતિ હેય છે ત્યાં કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં શિથિલ્ય અવધવું. વિશ્વાર્થ-દેશાર્થે– સંઘા અને ધર્માર્થે મૃત્યુ થાય તે પણ જેને મનમાં જરા માત્ર ક્ષોભ ઉત્પન્ન થતું નથી તે મનુષ્ય આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બનીને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે. હાલ યુરેપમાં પ્રચંડ યાદવાસ્થળી પ્રગટી છે તેમાં પ્રત્યેક દેશને મનુષ્ય સ્વપ્રાણાર્પણ કરવાને ઉત્સવ સમાન આનન્દ માનીને યુદ્ધાદિ આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બને છે તેથી તે દેશ ખરેખર અન્ય દેશના તાબે શી રીતે થઈ શકે? આવ
For Private And Personal Use Only