________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
પૂર્ણ સ્વરૂપને અનુભવી શકે છે. આ દેશમાં કર્મયોગને સેવનારા એવા આત્મજ્ઞાનીઓની જરૂર છે, કારણ કે તે વિના ધર્મના, સંઘના ઉદ્ધાર થવાના નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપર્યુક્ત ગુણાવડે કર્મયોગના અધિકાર પ્રાપ્ત કરી પશ્ચાત્ કર્મયોગમાં પ્રવેશ કરવો જોઈએ કે જેથી અખિલ વિશ્વની શુભ પ્રગતિમાં આત્મભાગ આપી શકાય અને અલ્પહાનિપૂર્વક જગતને મહાન્ લાભ સમર્પી શકાય. પિંડના બ્રહ્માંડની સાથે સબંધ છે તેથી જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેની બ્રહ્માંડવતિજીવાને અસર થાય છે. ચાદ રાજલોકના આકાર ખરેખર મનુષ્ય શરીર સમાન છે. જેટલી રચના ચાદ રાજલાકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખરા કર્મચાગી અને છે. તેા તે ચાદ રાજલાકના સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. અતએવ આત્મજ્ઞાનીએ કર્મયોગી અનીને કાર્ય ક્રિયા કરવામાં ચિત્ત રાખવું જોઈએ અને ચાદ રાજલોકના સ્વામી મનવા અન્ય સર્વ ખામતોની વિકથા મૂકીને જે કર્તવ્ય કાર્ય હાથમાં લીધું હોય તેને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ, કે જેથી આત્માન્નતિના શિખરે પહોંચી શકાય અને ત્યાંથી ક્ષાયિક ભાવ પ્રાપ્ત કરીને પશ્ચાત્ ન પડી શકાય. સાર વિનાની અને બેધ વિના અન્યની પેઠે કોઈ પણ જાતની ક્રિયા કરવા માત્રથી આત્માની ઉન્નતિ થતી નથી. જડની પેઠે વા ચૈત્રની પેઠે ક્રિયા કરવા માત્રથી આત્મોન્નતિ થઇ શકતી નથી. પ્રત્યેક કાર્યની ક્રિયાનું સ્વરૂપ પરિપૂર્ણ અવબાધીને પશ્ચાત્ તેમાં મનની એકાગ્રતા કરીને પ્રવૃત્તિ સેવવી જોઈએ. આત્મજ્ઞાનીએ કાર્ય પ્રવૃત્તિથી કદાપિ કંટાળવું ન જોઈએ. કાર્ય પ્રવૃત્તિથી કંટાળવાથી પશ્ચાત્ સંર્વ ખામતાની પ્રવૃત્તિયાથી કટાળે આવે છે અને તેથી કાયરપણું પ્રાપ્ત થાય છે. કાર્યપ્રવૃત્તિમાં કાયરપણું પ્રાપ્ત થતાં આત્મન્નતિ કરનાર એક પણ ગુણની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં કંટાળા આવે તેથી કદાપિ કાર્ય પ્રવૃત્તિને ત્યાગ ન કરવે. ત્રાન્સવાલમાં હિન્દુસ્થાનના ગાંધી મેાહનલાલ કરમચંદ્રે સત્યની પ્રવૃત્તિ પ્રારંભી અને હિન્દુએનાં દુઃખ દૂર કરવાના નિશ્ચય ઠરાવ કર્યો, તેમાં તેણે અનેક
For Private And Personal Use Only