________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર૫
શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અશક, સંપ્રતિ, શ્રેણિક વગેરે રાજાઓ સ્વાધિકાર કિયાવડે આદર્શ પુરૂષ બનેલા છે. તેથી તેઓનાં જીવનચરિતે વાંચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. શુષ્કજ્ઞાનીઓ સ્વર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને તેઓ આદર્શ પુરૂષ બની શકતા નથી. શુષ્કજ્ઞાનથી મુક્તિ થતી નથી તેમજ ધર્મ તથા વિશ્વને ઉદ્ધાર થતું નથી માટે શાબ્દિક પંડિતેઓ અને તાર્કિક પંડિતોએ સ્વક્તવ્ય આવશ્યક છે જે કાર્યો હોય તેમાં ચિત્ત રાખીને ગેખલે, દાદાભાઈ નવરોજજી, રાનડે વગેરે દેશભક્ત કર્મીઓની પેઠે અને પ્રભુભક્ત હેમાચાર્ય, હરિભદ્રસૂરિ, યશેવિ.
યજી વગેરેની પેઠે ધામિક કર્મયોગીઓ બનવું જોઈએ. સાધુએ કે જેઓ ધર્મની રક્ષા તથા ધર્મને ઉદ્ધાર કરવાને કર્મગને ધારણ કરનારા હોય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુઓ કરતાં કરેડ દરજજે વિશ્વશાલામાં ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે, શ્રીમદ્ બપ્પભટ્ટસૂરિએ, શ્રીમદ્દ હીરવિજયસૂરિએ જ્ઞાનગની પરિપક્વતા કરવાને માટે કર્મવેગને ધારણ કરી રાજાઓને પ્રતિબધી ધામિક વિચારે અને આચારની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અચિત્ય ઉપકાર કર્યો છે. જે તેઓ ફક્ત વનવાસમાં રહ્યા હતા તે પાંદડાંની પેઠે એકલા પિતે તરી શત પણ અને તારી શકતા નહિ. કર્મચેગીને અનેક મનુષ્યના સમાગમમાં આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી સહન કરીને મનુષ્યના મધ્યે સ્વાત્માને સુવર્ણવત્ કરવો પડે છે, તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવેનું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખરા વખતે ટકી શકે છે. શુષ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતું નથી અને તેઓ પ્રવૃતિ વિના જે કંઈ બોલે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કર્મ પ્રવૃત્તિ વિના પિતાની પાછળ પરંપરારક્ષકજ્ઞાનીઓને પણ બનાવી શકતા નથી. જગત્ નું કલ્યાણ કરવાને કમગીને જેટલું સહવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂં અનુભવજ્ઞાન થઈ શકતું નથી. આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાનની પરિપક્વતા કરવાને માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિને સેવે છે અને તે પ્રવૃત્તિવડે આત્માના પરિ
७८
For Private And Personal Use Only