________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ લેવો જોઈએ. સાધુઓમાં અનેક સાધુઓ પ્રમાણિક જીવન ગાળનારા થઈ ગએલા છે અને વર્તમાનમાં પણ કેટલાક પ્રમાણિક મનુષ્યને અનુભવ થાય છે. પ્રમાણિક જીવન ગાળવાના કરતાં લક્ષ્મી અને સત્તા વગેરેમાં વિશેષ કંઈ મહત્ત્વ નથી એમ જેને અનુભવ થાય છે તે કથની પ્રમાણે રહેણું રાખીને આત્માની, દેશની, જ્ઞાતિની, સમાજની અને સંઘની પ્રગતિ કરી શકે છે. આર્યાવર્તની જેટલી પાયમાલી અપ્રમાણિક મનુષ્યથી થઈ છે તેટલી અન્ય કશાથી થઈ નથી એમ આર્યાવર્તને પ્રાચીન તથા અર્વાચીન ઈતિહાસ વાંચવાથી અવધાઈ શકે છે. કહેણું પ્રમાણે રહેણું નહિ રાખનારા મનુષ્ય જે દેશમાં આગેવાને હેય છે તે દેશની અને તે દેશસ્થ ધર્મની પડતીને પ્રારંભ થાય છે અને છેવટે તે દેશ ખરેખર અન્ય દેશીય મનુષ્યના તાબે થાય છે. જે મનુષ્ય વ્યાપારવૃત્તિથી જીવનારા હોય છે તેઓમાં પ્રાયઃ અપ્રામાણ્ય વિશેષતઃ હોય છે. જે મનુષ્ય વિષયમાં અબ્ધ થએલા હોય છે તેઓ અપ્રામાયને સેવનારા હોય છે. જે દેશના મનુષ્ય નિન્દકવૃત્તિવાળા અને નિર્મળ હોય છે તેઓ કહેણી પ્રમાણે રહેણી વિનાના અપ્રમાણિક હોય છે, તેથી તેઓ વિશ્વમાં કઈ મહાન શુભ કાર્ય કરીને સર્વદેશીય મનુષ્યમાં અગ્રગામી બની શકતા નથી. જેઓ કહેણું અને રહેણમાં અસમાન હોઈ વિશ્વમાં એશઆરામ ભોગવવાને જીવવા ઈચ્છે છે, તેઓ કાગડા અને વરૂ કરતાં પિતાની જીંદગીને ઉત્તમ બનાવવાને શક્તિમાન થઈ શકતા નથી. આ પ્રમાણે અવધીને પુરૂષાર્થને પ્રકટાવી પ્રામાણ્ય જીવન ધારણ કરીને કર્મયેગી બનવું જોઈએ. પ્રામાણ્ય ધાર્યા વિના આ વિશ્વપાઠશાળામાં જેઓ કર્મયોગી બનીને ઉન્નતિના શિખર પર ચઢવા ધારે છે તેઓ એક પગથીયું પણ આગળ ચઢી શકતા નથી અને ચઢે છે તે પટકાઈને પાછા હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. અત એવ કહેણી પ્રમાણે રહેણી રાખવાના મહાગને અભ્યાસ કરીને આ વિશ્વમાં કોઈ પણ કાર્ય કરવાને શક્તિમાન થવાય છે. પૃથ્વીરાજના પ્રધાનના પુત્રે કહેણી પ્રમાણે રહેણુનું પ્રમાણિક જીવન ત્યજીને શાહબુદ્દીનના તાબે થઈ પુટ કરી, તેથી તે આર્યાવર્તમાં સદાને માટે કલંકી ગણાયે,
For Private And Personal Use Only