________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર
ખવાની પ્રવૃત્તિને પ્રભુની પેઠે પૂજ્ય, મહાન્ માની તે પ્રમાણે ખરા જીગરથી વર્તે, એટલે વિશ્વમાં અપકીર્તિ, અપ્રમાણિકતા ધોવાઇ જશે અને પ્રતિષ્ઠા, વિશ્વાસ અને પ્રમાણિકતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ખરેખર માનીને પ્રવૃત્તિ કરશે. અન્યોના આત્માને ઉપદેશ આપવા કરતાં પ્રથમ પેાતાના આત્માને કહેણી પ્રમાણે રહેણીથી વિભૂષિત કરવા જોઇએ, એટલે અન્યના ઉપર પેાતાનુ તેજ પડશે. જે જે મહાત્માઓએ પેાતાના ધર્માને સ્થાપન કર્યા છે તેએએ કહેણી પ્રમાણે રહેણી રાખીને મરણાંત કષ્ટોને શ્રીવીર પ્રભુ–મહમદઇશુની પેઠે સહન કયા છે ત્યારે તેમનાં વચને આજ પણ મનુષ્યેાના હૃદયને જીવતી અસર કરવાને શક્તિમાન થયાં છે એમ હૃદયમાં ખ્યાલ કરે. પૈાવીયા અને પાશ્ચાત્યેામાં કહેણી પ્રમાણે રહેણીવાળા કરોડો મનુ ધ્યેામાં અલ્પ મનુષ્યો મળી આવશે. બેલવું તે પ્રમાણે વર્તવું એ કંઇ બાળકોના ખેલ નથી. અસત્ય વદનારાએ તેા કહેણી પ્રમાણે રહેણી રાખનારા હાઈ શકે નહિ. વિશ્વાસભંગ કરનારા, વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાભંગફા અને જાડી સાક્ષીપૂરા પણ કહેણી પ્રમાણે રહેણી રાખનારા મની શકતા નથી. પરની હાજીમાં હા કહેનારા મનુષ્યા ખરેખર કહેણી પમાણે રહેણી રાખનારા બની શકતા નથી. જે મનુષ્ય ભીતિ, લાલચ અને સ્વાર્થના તાબે થએલા હાય છે તેએ કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન થતા નથી. જેએ અંશે ક્રોધ, માન, માયા, લેાલ, કામ અને ઇર્ષ્યાને જીતી કહેણી પ્રમાણે રહેણી રાખવા પ્રયત્ન કરે છે તે સર્વથા કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન થાય છે. જે મનુલ્યે. કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ સેવે છે તે અલ્પકાળમાં અનેક દોષોમાંથી મુક્ત થઇને અનેક ગુણાને પ્રાપ્ત કરી શકે છે. કહેણી પ્રમાણે રહેણી રાખનારા પ્રમાણિક મનુષ્યાથી આ વિશ્વની શોભામાં વૃદ્ધિ થાય છે. બાકી, અપ્રમાણિક મનુષ્યેા તે કર્મયેાગની લીલી વાડીને બાળીને ભસ્મીભૂત કરી વિશ્વમાં રાક્ષસ સમાન બને છે તેથી તેઓનું જીવવું પેાતાને તથા પરને ઉપકારીભૂત થતું નથી. અતએવ પ્રત્યેક મનુષ્ય અપ્રમાણિકતાને ત્યાગ કરીને કહેણી પ્રમાણે રહેણી ધારણ કરવાને
પ્રથમ
For Private And Personal Use Only