________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
છે અને તેનું બીજ પેટમાં રહે અને જે તેવી સ્થિતિમાં મૃત્યુ થાય છે તે નરકમાં અવતાર લેવું પડે છે. બ્રાહ્મણનું આવું વચન શ્રવણ કરીને બ્રાહ્મણીના મનમાં ઘણી અસર થઈ અને તેણે વંત્યાક નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી. તેણે ઘરમાં પડેલાં વંત્યાકે ફેંકી દીધાં. બ્રાહ્મણ સ્નાન કરીને જમવા બેઠો અને તેણે વંત્યાકનું શાક માગ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે તમારી કથા શ્રવણ કરી વંત્યાકનો ત્યાગ કર્યો છે, માટે હવે આપણા ઘરમાં વંત્યાકનું શાક થશે નહિ. બ્રાહ્મણ કહેવા લાગ્યું કે મહારે તે વંત્યાકના શાક વિના એક દિવસ પણ નહિ ચાલે. બ્રાહ્મણુએ કહ્યું છે એમ છે તે તમને નરકમાં જવું પડશે. કારણ કે કથામાં વંત્યાક ખાવાને નિષેધ કર્યો છે. બ્રાહ્મણે કહ્યું કે એ તે પિોથીમાંનાં રીંગણને નિષેધ થતું હતું. બ્રાહ્મણીએ કહ્યું કે જ્યાં સુધી તમારી અને દેશના લેકની પિથીમાના રીંગણના નિધની સ્થિતિ છે ત્યાં સુધી વાસ્તવિક કલ્યાણ-ઉદયની આશા રાખવી એ વ્યર્થ છે. વર્તન ભિન્ન અને કથની ભિન્ન એવી દશાથી દેશને, ધર્મનો, સમાજ અને સ્વાત્માને ઉદય થતું નથી. આત્માની પ્રગતિ કરવી હોય તે કથની પ્રમાણે રહેણીથી વર્તવું જોઈએ. ચારિત્ર માટે તે કહેણી પ્રમાણે રહેણું હોય છે તે જ અન્ય મનુષ્ય પર તેની અસર થાય છે. કહેણ પ્રમાણે રહેણીવાળા એક મનુષ્યને, લાખ મનુષ્યો-ફક્ત કથની કરનારાઓ પહોંચી શકતા નથી. કથની કરનારાઓ ગમે તેવી પિતાની બડાઈએ મારે તે પણ તેઓ રહેણી વિના અન્ત જનસમાજમાં હલકા પડયા વિના રહેતા નથી. આર્ય દેશમાં પૂર્વે રહેણી અને કહેણીનું સામ્ય હતું. તેથી આર્ય મનુષ્ય સર્વ દેશ પર સ્વસત્તા સ્થાપવાને અને અનેક શક્તિ પ્રાપ્ત કર વાને શક્તિમાન થયા હતા. હવે પૂર્વ પુરૂષેની મહત્તા ગાઈને બેસી રહેવાને સમય નથી. હવે તે જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું આચારમાં મૂકીને સર્વ પ્રકારની શુભ પ્રગતિ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. પ્રતાપસિંહ, શિવાજી, કુમારપાલ રાજા વગેરે રાજાએ કહેણી પ્રમાણે રહેણીને રાખી ઈતિહાસના પાને અમર થયા છે. શ્રીહરિભદ્ર અને હીરવિજયસૂરિની કહેણી પ્રમાણે
For Private And Personal Use Only