________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
કરનારા મનુષ્યની કથની ખરેખર કરણી વિના લુખી લાગે છે અને તેઓના શુભ વચનની મહત્તા ખરેખર મનુષ્યના હૃદયમાં પરિપૂર્ણ થતી નથી. જે મનુષ્ય કરીને કહી બતાવે છે તેની અખિલ વિશ્વપર અસર થાય છે. કર્મયોગીઓ કથન કરતાં પ્રવૃત્તિથી વિશ્વમાં જાહેર થએલા છે. કર્તવ્ય કર્મ કરનાર એકવાર જે વચન લે છે તેની અન્ય મનુષ્યના હૃદયમાં જીવતી અસર થાય છે અને તેના શબ્દોથી પરંપરાએ અનેક મનુષ્યને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. કર્મગીકૃષ્ણના અને અર્જુનના શબ્દોની અપેપર મહા અસર થતી હતી તેનું કારણ એ હતું કે તેઓ જે પ્રમાણે કથતા હતા તે પ્રમાણે કર્તવ્ય કાર્યમાં પ્રવર્તતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના બચની શ્રી કુમારપાલ રાજાને અસર થઈ તેનું કારણ પણ એ છે કે શ્રી હેમચદ્રાચાર્યની કહેણી પ્રમાણે હેણી હતી. કેટલાક મહાત્માઓને તે એ મત છે કે “ વીર્યપાત કરતાં રહેણી વિના વચનપાતથી સ્વપરને ઘણી હાનિ થાય છે. તે બાબતને વિચાર કરવામાં આવે છે તે ખરેખર તે વચન સત્ય ઠરે છે. યુરોપમાં એક જાહેરવક્તા સર્વ મનુષ્ય આગળ શાન્ત રહેવાને ઉપદેશ આપતું હતું, તેથી એક મનુષ્યના મનમાં એ વિચાર પ્રગટ કે આ મનુષ્ય જ્યારે શાન્ત રહેવા ઉપદેશ આપે છે ત્યારે તેના ઘરમાં કેવી શાન્તિ હશે. પેલે મનુષ્ય તે ઉપદેશકના ઘેર ગુમરીત્યા ગયે અને તેની સ્ત્રીની સાથે તેને કલેશ કંકાસ કરતે દીઠે તેથી તેને નિશ્ચય થયું કે કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે. જેનેગ્રાફની પેઠે આડું અવળું બોલી જનારા મનુષ્યની બેટ નથી પરંતુ જ્યારે રહેણીમાં મુકવાની દશાનું અવલોકન કરવામાં આવે છે ત્યારે લાખોમાં એક મનુષ્ય મળી આવે છે. જેવી રહેણુથી મનુષ્ય પિતે વર્તત ન હોય તે ઉપદેશ તે જે અન્યની આગળ આપે છે તે તેની અસર અન્ય પર થતી નથી. કરી બતાવીને તે માટે વિશ્વને કહેવામાં આવે તે વિશ્વને તુર્ત તેની અસર થાય છે, અન્યથા પિોથીમાંનાં રીંગણની જેવી દશા થાય છે. એક બ્રાહ્મણ કેટલાક મનુષ્યની આગળ કથા કરતું હતું. તેની કથા સાંભળવાને એક દિવસ તેની સ્ત્રી આવી. તે પ્રસંગે બ્રાહ્મણે વંત્યાક નહિ ખાવાની વાત ચર્ચાને કહ્યું કે વંત્યાકના ધૂમાડાથી દેવતાઓનાં વિમાન સ્તંભી જાય
For Private And Personal Use Only