________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
જે જે કાર્યમાં અસ્વચ્છતાને અવ્યવસ્થિતતા થઈ હોય તેને નિરીવાની ટેવથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. કોઈ પણ કાર્ય ઉતાવળથી કરતાં મનની ચ’ચલતા થાય છે અને મનની ચંચલતા થતાં બુદ્ધિની ચંચલતા વધે છે તથા બુદ્ધિની ચંચલતા વધતાં કાર્યની ચારે બાજુઓને તપાસવાનું અને તેમાં સુધારા વધારા કરવાનું રહી જાય છે તેથી તે કાર્યની સમાપ્તિ થતાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિતપણું તુર્ત જણાય છે; અતએવ જ્યારે કોઈ પણ કાર્યના પ્રારંભ કરવો હોય ત્યારે પ્રથમ મન, વચન, અને કાયાના યાગની સ્થિરતા કરવી અને જે કાર્ય કરવાનું હોય તેને વ્યવસ્થાપૂર્વક કરવા માટે તેને વિચાર કરવા. પશ્ચાત્ કાર્ય કરતાં કરતાં વ્યવસ્થાપૂર્વક થાય છે કે નહિ તેના સ્થિરપ્રજ્ઞાથી વિવેક કરવે! એમ કરવાથી જે કાર્ય થશે તેમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતત્વ અવલોકાશે. પાશ્ચાત્યે વ્યવસ્થિત કાર્ય કરવામાં અધુના પ્રાધાન્યપદ ભોગવે છે. તેઓ પ્રથમ પ્રત્યેક કાર્યની સ્વચ્છતા પ્રતિ વિશેષ લક્ષ આપે છે. અલ્પકાર્ય પણ સુન્દર કરવાની વૃત્તિને તેઓ માન આપીને પ્રવૃત્તિ કરે છે તેથી તેની
બુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેથી તે અનેક કાર્યો કરવાને શક્તિમન થાય છે. પ્રત્યેકકાર્યની સુન્દરતા અને સ્વચ્છતા માટે પ્રથમ તેની અવ્યવસ્થા કરવા માટે પ્રથમ લક્ષ્ય આપવાની જરૂર સ્વીકારવી જોઇએ. વ્યવસ્થા પૂર્વક પ્રત્યેક કાર્ય કરનાર મનુષ્ય પોતાની કીર્તિને અમ કરી શકે છે આભુજીના દેરાસરમાં વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં તથા વિમલશા શેઠના દેરાસરમાં જે કારણી કરવામાં આવી છે તેની સુવ્યવસ્થા-સ્વચ્છતા અને સુન્દરતા અવલેાકવાથી પૂર્વના કારીગરાની વ્યવસ્થાબુદ્ધિપ્રવૃત્તિના સમ્યગ્ સુન્દર ખ્યાલ આવી શકે છે. ઈજીપ્તમાં રહેલી ઢારાપીડાને અવલેાકવાથી પ્રાચીનકાલીન મનુ બ્યાની વ્યસ્થિત બુદ્ધિ તથા વ્યવસ્થિત પ્રવૃત્તિથી વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને અદ્ભુત ખ્યાલ આવે છે. બ્રિટીશા, અમેરિકન, ફ્રેન્ચા, જર્મના અને ઝપાના વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્ય કરીને વિશ્વનું ધ્યાન ખરેખર પોતાનાપ્રતિ ખેંચે છે. આર્યાં પૂર્વે વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્યો કરતા હતા તે તેમનાં સ્મારક કાર્યોથી મ
For Private And Personal Use Only