________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
આવી રીતે આ વિશ્વશાલામાં પરોપકારનું સ્વરૂપ અવધીને હું મનુષ્ય તું પરોપકાર કર, પરોપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકર્મ કરવામાં સ્વાધિકારે પ્રવૃત્ત થવું જોઇએ. પરોપકારી મનુષ્ય મન, વાણી, કાયા અને લક્ષ્મીથી સદા ઉપકાર સેવવા ચાગ્ય છે. પરોપકારી મનુષ્યે પરોપકાર કરવાને સ્વકર્તવ્ય સમજી સ્વાધિકારે સેવવા જોઇએ. કર્મચેાગીને વિશ્વશાલામાં ઉપગ્રહ કર્મમાં પ્રવૃત્ત થઇ આત્માનંતિ કરવી એમ ઉપરના શ્લોકોદ્વારા જણાવવામાં આવ્યું.
અવતરણ:વિશ્વશાલામાં પરોપકારકર્મદ્વારા આત્માન્નતિ દર્શાન્યા પશ્ચાત્ અવ્યવસ્થિત પૂર્ણ કાર્ય ન કરતાં વ્યવસ્થાપૂર્વક કર્તવ્યકર્મ અલ્પકાર્ય કરવું એમ હવે દર્શાવવામાં આવે છે.
જોશ. पूर्णकार्यं न कर्तव्य, मस्वच्छम व्यवस्थितम् ॥ परितस्तत् प्रकर्तव्य, मल्पकर्माऽपि सुन्दरम् ॥ ७२ ॥
શબ્દાર્થ:—અસ્વચ્છ અવ્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય પણ ન કરવું જોઈ એ અને વ્યવસ્થાપૂર્વક અલ્પકાર્ય પણ પરિત સુન્દર કરવું જોઇએ. વિવેચનઃ—એક કાર્યને અસ્વચ્છ અને અવ્યવસ્થિતપણે પૂર્ણ કરવા કરતાં તે કાર્ય અલ્પ કરવું અને સ્વચ્છ તથા વ્યવસ્થિત સુન્દર કરવું એ ઉપર્યુક્ત શ્લોકના વાસ્તવિક ભાવાર્થ છે. અલ્પકાર્ય પણ ચાર બાજુએથી સુન્દર કરવું જોઈએ. કર્મયોગી થનારા મનુષ્યે આ બાબત લક્ષ્યમાં લેઈ ને વ્યવસ્થિતપણે સ્વકર્તવ્યને કરવું જોઈએ. સુજ્ઞમનુષ્ય જે જે કાર્ય પ્રારંભે છે તેને એકદમ અસ્વચ્છ અને અસુન્દરરીત્યા કરતા નથી. અલ્પકાર્ય કરવું પણ સારૂં કરવું પરંતુ અસ્વચ્છ અને અવ્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય ન કરવું. સમતાપરિણતિએ અને ઉપયાગપરિણતિએ સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડે છે. એક વખત પણ જો અસ્વચ્છ અને અવ્યવસ્થિત કાર્ય ઠરવાની ટેવ પડી ગઇ તે પશ્ચાત્ તેના પરિહાર કરતાં ઘણા વખત લાગે છે અને મહાપ્રયત્ને અવ્યવસ્થિતપણે કાર્ય કરવાની ટેવને વારી શકાય છે. મનની ચંચલતાના પરિહાર થવાથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. જે જે સ્થાને
For Private And Personal Use Only