________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૧
કરતાં થતા નથી તેથી તેવા આત્મજ્ઞાની મનુષ્યેા પાપકારાદિ સકલ કાર્યો કરવાને અધિકારી બને છે. જે શુદ્ધ પરિણામના અધિકારી થયા નથી અને શુભ પિરણામે જગત્માં પરોપકારાદ્વિ કાર્યો કરવાને અધિકારી છે તેઓએ શુદ્ધ પરિણામ પ્રાપ્તિપ્રતિ સાધ્ય બિન્દુ લક્ષીને શુભપરિણામથી પરોપકારાદ્વિકાર્યાં કરવાં જોઇએ. શુભ પરિણામ પણ પરોપકાર કરતાં સદા ન રહેતા હોય અને અશુભ પરિણામ સેવાતા હાય તેપણ શુભ પરિણામ પ્રાપ્ત કરવાની તીવ્ર વૃત્તિસહિત પાપકારનાં કારી કરવાં ોઇએ. શુભાશુભ પરિણામથી મુક્ત એવી દશામાં આવીને આત્મજ્ઞાની મહાકર્મયાગીઓ મન-વચન અને કાયાથી પરાપકારનાં કાર્યો કરી શકે છે તેવી દશામાં જે મહાકર્મચાગી વિચરે છે તેને જગા શુભાશુભ વ્યવહાર નડતા નથી. તે શુભાશુભ વ્યવહારથી નિર્યુક્ત થઈ જેમ તેમને ચેાગ્ય લાગે એવા માર્ગે અપ્રમત્તયાગી થઈને વિચરે છે અને વિશ્વપર પરોપકારરૂપ મેઘની વૃષ્ટિ કરી જગને આનન્દમય કરી દે છે. જે શુભાશુભ પરિણામથી મુક્ત નથી થયા તેએ શુભાશુભ વ્યવહારને અનુસરી શુભમાં પ્રવૃત્તિ કરે છે અને અશુભથી નિવૃત્ત થઈ પરાપકાર કૃત્યાને કરે છે એવા તેમના અધિકાર હાવાથી તેને તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. રાજા, ધર્માચાર્ય, યોગી, સન્ત, સાધુ, ગુરૂ, માતપિતા, વૈદ્ય, વગેરે આ વિશ્વમાં વિશેષતઃ ઉપકારક છે માટે તેઆની રક્ષા કરવામાં અલ્પહાનિ થાય-અલ્પદોષ થાય તે પણ તેની સેવાભક્તિ અને રક્ષા કરવી જોઇએ. મહેાપકારાની પ્રવૃત્તિ સાથે અલ્પદોષોની પ્રવૃત્તિયેા થયા કરે છે તેથી કંઈ પરોપકાર પ્રવૃત્તિની સ્વફ્રજથી પરા.મુખ ન થવું જોઇએ. એક શેઠ નદીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠના પુત્ર નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા ત્યારે તેણે નદીના કાંઠે ઉપવિષ્ટ શ્રેષ્ઠીને બચાવવા માટે બૂમ મારી; પરન્તુ તે શેઠ વિચારવા લાગ્યા કે શેડને પુત્ર નદીની બહાર કાઢતાં તે પરણશે અને મૈથુન કરી નવલાખ જીવાને મારશે તથા ષટ્કાયની હિંસા કરશે અતએવ તેને બચાવવામાં કોઇ જાતને ફાયદો નથી; ઉલટું ભવિષ્યમાં જે હિંસાદિ પાપા કરશે તેનું મ્હને પાપ લાગશે,
9;
For Private And Personal Use Only