________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વિશ્વમાં સર્વત્ર દ્રવ્ય અને ભાવથી શાંતિ પ્રસરાવનાર ત્યાગી મહાત્માઓ છે તેઓનો જે પ્રતિપક્ષી બને છે તે પ્રભુને શત્રુ બને છે. ભૂતકાળમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટયું હતું, વર્તમાનમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટે છે અને ભવિષ્યમાં ત્યાગી મહાત્માઓના હૃદયમાંથી સત્ય ધર્મને પ્રકાશ થશે તેની વાસ્તવિક સત્યતાને ખ્યાલ ખરેખર તીર્થકરે ગૃહાવાસને ત્યાગ કરી ત્યાગી બની તીર્થની સ્થાપના કરી વિશ્વને જણાવે છે તેથી તેના કરતાં વિશેષ પુરાવાની હવે જરૂર રહેતી નથી. જ્યારે ત્યાગીઓમાં પ્રમાદને પ્રવેશ થાય છે ત્યારે કોઈ મહાત્મા જગતમાં પ્રગટી નીકળે છે અને તે પ્રમાદને પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓ દ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમર્થ બને છે. સત્ય ધર્મને ત્યાગી તીર્થકર દ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઓવડે ધર્મને પ્રકાશ થાય છે તેથી ત્યાગીઓની ભક્તિ માટે વિષે સદા તત્પર રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમીઓ આ વિશ્વપર અનેક ઉપકારે કરવાને શક્તિમાન થાય છે. જગતમાં મહાન ઉપકારનાં કાર્યો કરતાં અલ્પદો થઈ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતાં હિંસાદિદોષથી સર્વથા મુક્ત થઈ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાય, સ્વપરને મહાન લાભ થાય અને અન્ય જીવોને સામાન્ય હાનિ થાય એવાં પરોપકાર કાયૅને સાપેક્ષ દષ્ટિએ સેવવાં જોઈએ. સર્વથા નિરવદ્યદશાએ પરોપકાર કાર્યો કરવાં એ સંયમીવડે સાપેક્ષદષ્ટિએ સાધ્ય થઈ શકે છે. અલ્પષ અને મહાલાભ દષ્ટિએ વિશ્વમાં પરેપકારી કાર્યો કરવા જોઈએ. શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનીઓ વિવેક દષ્ટિ પુરસ્પર પરોપકારિક કાર્યો કરે છે. પરંતુ તે પુણ્ય પાપથી નિબંધ રહી પરમાત્માપદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પરિણામને ધારણ કરી પરેપકારનાં કૃત્ય કરવાની જેના આત્માની દશા થઈ હોય તેવા આત્મજ્ઞાનીઓએ શુદ્ધ પરિણામ ધારણ કરીને નિર્મોહ દષ્ટિએ પાપકારનાં કૃત્ય કરવાં જોઈએ. શુદ્ધ પરિણામી આત્મજ્ઞાનીઓના હૃદયમાં દોષપરિણતિ ન હોવાથી દોષના હેતુઓ પણ નિવિષ સર્પની પેઠે દોષની વૃદ્ધિ માટે પોપકારાદિ કાર્યો
For Private And Personal Use Only