________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯ અને શુદ્ધતાની ત્વરિત પ્રાપ્તિ કરી શકાય છે. જે જે શુભ પુગલ&છે કે જે વસ્તુતઃ પુદ્ગલ દ્રવ્ય છે તેને પોતાના માની લઈ તેને ધન સંપત્તિ વગેરે નામથી સંબોધવામાં આવતા હોય તેઓની મમતા, અહંતા દૂર થવાની સાથે પરેપકારમાં તેને ત્યાગ થાય છે અને તેની સાથે પોતાના આત્માને લાગેલાં પાપ પુદ્ગલોને સંબંધ છૂટે છે તેથી આત્મા નિર્મલ કર્મબંધનરહિત થઈ મુક્ત પરમાત્મા બને છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમને પરસ્પર ઉપકારને સંબંધ છે. ગૃહસ્થાશ્રમીઓ પર ખરેખરા ત્યાગીઓ અનન્તગુણ ઉપકાર કરવાને શક્તિમાનું થાય છે. આ જગતુ ત્યાગીઓના અનન્તગુણ ઉપરથી સદાદ બાયેલું રહે છે. શ્રી વિરપ્રભુએ, સુધર્મા સ્વામીએ, મૈતમબુદ્ધ, ઈશુએ, શિકરાચાર્યે, હરિભદ્રસૂરિએ, હેમચંદ્રાચાર્યે, ઉમાસ્વાતિ વાચકે, સમંતભટ્ટહીરવિજયસૂરિએ, યશવિજય ઉપાધ્યાયે, આનન્દઘને આ વિશ્વપર ઉપદેશ દેઈ જ્ઞાનનાં પુસ્તક લખી અનન્ત ગુણે ઉપકાર કરેલ છે. હિન્દુ ઓમાં સ્વામી દયાનન્દ, વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થે ઉપદેશ ગ્રન્થ લખી ઉપકારે કર્યો છે. સર્વ વસ્તુઓ જગને અર્પણ કરી ત્યાગી બની જીવતાં સુધી જ્ઞાનવડે ઉપદેશ દે, સારાં કૃ કરવાં અને સદા વિશ્વમાં સર્વ લેકે સુખી રહે એવા વિશ્વને સવિચારે અને આચારો જણાવવા તે વિશ્વના ઉપર મહાન ઉપકારક જાણ. જગતને ઉદ્ધાર ત્યાગીઓવડે થાય છે તેથી ત્યાગીઓના સમાન ખરેખર વિશ્વપર ગૃહસ્થાશ્રમીઓથી ઉપકાર થઈ શકતું નથી. ત્યાગીઓ ગૃહસ્થો પાસેથી અ૫ ઉપગ્રહ રહી શકે છે અને જેને બદલે ભવિષ્યમાં અનન્તકાલપર્યન્ત કેટી ઉપાસેથી કરેડે ઉપકાર કર્યો છતાં પણ પાછો ન વાળી શકાય એવા અનન્ત ગુણ ઉપકારોને ત્યાગીએ કરી વિદ્ધાર કરે છે તેથી ત્યાગીઓના ઉપકાર તળે આ વિશ્વ ત્રણ કાળમાં દબાયેલું રહે છે. અએવ ત્યાગીઓની સેવા માટે સદા ગૃહસ્થાશ્રમીઓ ઉઘુક્ત રહે તે પણ ત્યાગીઓના ઉપકારને બદલે વાળી શકે નહિ. ગૃહસ્થાશ્રમીઓની આવશ્યક કર્તવ્ય કર્મયોગની ફરજ છે કે તેઓએ ત્યાગીઓની સેવા ભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. ભક્ત-ત્યાગી મહાત્માઓના હૃદયમાં સત્ય અને પ્રભુને વાસ છે.
For Private And Personal Use Only