________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૬
નિવિકલ્પ શુદ્ધ સમાધિમાં આત્મા એ પરમાત્મારૂપ ભાસે છે. આ વિશ્વમાં પ્રાણવાયુ વિના ક્ષણમાત્ર જીવી શકાતું નથી. વિશ્વના સર્વ જીને પોષનાર પ્રાણવાયુ છે. તત્ સમસ્ત વિશ્વને આત્મભાવે જીવાડનાર આત્મજ્ઞાન છે. અખિલ વિશ્વામિતરૂપ વૃક્ષે જે જે અંશે આત્મજ્ઞાનરૂપ જલ અને અભેદભાવરૂપ વાયુનું ગ્રહણ કરે છે. તે તે અંશે તે તે સ્વસ્વ વિચારરૂપ જડને પુષ્ટિ મળે છે. અને તેથી તે આચારરૂપ ડાળાં પાંખડાં અને સ્થિરતારૂપ પુષ્પદ્વારા આનન્દરૂપ ફળને પ્રગટાવી શકે છે. ચેતન્યરૂપ રસવડે સર્વ જીવે જીવી શકે છે, અને એ ચેતન્યરસ એ સર્વ જીવોમાં ઓતપ્રોત થઈને રહે છે. એ ચિતન્યરસને અધિષ્ઠાતા આત્મા તેને ખુદા–બ્રહ્મા–વિષ્ણુ મહેશ્વર હરિ-હર-કૃષ્ણ-શંકર-બુદ્ધ-અરિહંત-સિદ્ધ-શકિત અને બ્રહ્મ વગેરે અનેક નામથી સંબોધવામાં આવે, અને તેને અનેક આચારે અને વિચારોથી પર વા અનવચ્છિન્ન-માન માનવામાં આવે તે પણ તે જેવા રૂપે છે, તેવા રૂપે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાથી અનેક અને એકરૂપે રહેવાનો. આપણુ સર્વમાં ચતજાતિ વિકસી રહી છે. આપણા સર્વમાં બ્રહ્મસ્વરૂપ અનેક આત્માઓ પણ એકત્વને પામેલા હોય એવો અનુભવ આવે છે, અને એ અનુભવ ઘંટનાદ વગાડીને કળે છે કે સર્વમાં એક સરખે આત્મધર્મ વ્યાપી રહ્યો છે. તેને અનુભવ કરે, અને આત્માનું ભાવ-અમૃતપાનથી અભિનવ આત્મજીવને છે. નિવિકલ્પ શુદ્ધ સમાધિમાં આવું આત્મસ્વરૂપ અનુભવાશે, અને એવા આત્મસ્વરૂપાનુભવ સૂર્યને ઉદય થતાં અનેક વિચાર મતભેદરૂપ ગ્રહતારાઓને પ્રકાશ ટળશે. તથા સર્વમાં આત્મત્વને અનુભવ થશે. સર્વ જેમાં આત્માનુભવવડે અભેદતામાં સહજાનન્દ અનુભવાશે. વિશ્વવંદ્ય મહાત્માઓ ! જો તમે તમારા હૃદયમાં એકવાર સર્વ વિચારેને દૂર કરી શ્રીવીરે કથેલા આવા આત્મધ્યાનમાં સ્થિર થાઓ. આત્મા આવા વિચારોમાં લીન થાય એમ સ્થિર થાઓ. એટલે “guts નવાનામ્ ' એ સૂત્રાનુસારે એવા મહાત્માઓ દુનિયાને કેટલે બધે ઉત્તમોત્તમ ઉપકાર કરે છે, તેને ખ્યાલ આવશે.
કર્મયોગી જેનદ્રષ્ટિએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશા
For Private And Personal Use Only