________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૧ થાય છે તે શુભાર્થ છે એવું અવબોધી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે પ્રગતિ થવાની હોય છે ત્યારે જે જે કર્તવ્ય પ્રવૃતિ થાય છે તે શુભાર્થ પરિણમે છે એમાં કોઈ જાતની શંકા જેવું નથી. હિંદુસ્થાનમાં હિન્દુ અને મુસલમાન એ બે કેમે પરસ્પર યુદ્ધ કરીને અધઃપાતની ચરમ દશાને પામવા લાગી અને તેથી ભારતવાસીઓને શાન્તિ કારક સામ્રાજ્યની ભાવના ઉદ્દભવી તેના પ્રતાપે આર્યાવર્તમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના થઈ અને તેથી હિન્દુઓ અને મુસલમાને શાન્તિમય જીવન ગાળીને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે થાય છે તે શુભાર્થ છે એમ માનીને આવશ્યક કર્તવ્ય કાર્યો પ્રતિદિન કરવાં જોઈએ. જે થાય છે તે સર્વ સારા માટે થાય છે એમ અપેક્ષાએ કળવામાં આવે છે. દુઃખ સંકટ વિપત્તિથી શુભ માર્ગપ્રતિગમની ઈચ્છા થાય છે ઈત્યાદિ અપેક્ષાપૂર્વક જે થાય છે તે શુભાર્થ થાય છે એમ અવબેધાવીને કર્તવ્ય કાર્યમાં અડગ પ્રવૃત્તિ કરાવવાની આવશ્યતા જણાવી છે. અપેક્ષા વિના જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ કથી શકાય નહિ. અપેક્ષાએ જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ વ્યષ્ટિ અને સમષ્ટિપરત્વે કથી શકાય છે. ઉત્ક્રાન્તિવાદ દષ્ટિની અપેક્ષાએ આત્મા નિગદથી પ્રારંભીને ઉચ્ચગતિ અને ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિપ્રતિ આરહતે જાય છે, તેમ તેની પ્રવૃત્તિમાં જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ અપેક્ષાએ કથી શકાય છે. બદ્ધોની સાથે શિલાદિત્યની રાજસભામાં વાદ કરનાર મલ્લવાદીએ જે થાય છે તે સારાને માટે થાય છે એમ માની બદ્ધાચાર્યની સાથે વાદ કરી તેને પરાજય કરી બૌદ્ધિને પરદેશ વાસ કરાવ્યું. હિંદુઓના યજ્ઞમાં પશુએની હિંસા એટલી બધી વધી પડી કે તેથી દેખનારા દયાળુ મનુવેને ત્રાસ છૂટવા લાગે ત્યારે શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધને પ્રાદુર્ભાવ થશે અને તેઓએ શુદ્ધોપદેશથી યમાં થતી પશુહિં. સાને નિષેધ કર્યો. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે.
જ્યારે મનુષ્ય સંપૂર્ણદિવસમાં કર્તવ્ય આવશ્યક કાર્યો કરીને થાકી જાય છે ત્યારે તેઓને વિશ્રાન્તિ આપવા માટે રાત્રિ પ્રગટે છે અને જ્યારે તેઓ પૂર્ણ વિશ્રાન્તિ લઈ તાજા થાય છે ત્યારે તુર્ત સૂર્ય પ્રગટે
For Private And Personal Use Only