________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦
બ્રિટીશ સરકારનું રાજ્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાર્થે છે. હિંદુસ્થાનરૂપ શિષ્યને બ્રિટીશરાજ્યગુરૂ મળવાથી તેને શિક્ષણ મળે છે અખિલ વિશ્વરાજ્યમાં સર્વ પ્રકારે રાજ્ય નૈતિક નિપુણતામાં બ્રિટીશરાજ્ય પ્રથમ પંક્તિમાં ગણાય છે તેની પાસેથી હિંદુસ્થાનને ઘણું ઘણું શિખવાનું હજી બાકી છે. બ્રિટીશ રાજ્યની સંપૂર્ણ નૈતિક નિપુણતાને
જ્યારે હિદુરથાન, વિનયભાવથી તેઓના ગુણ ગ્રહી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્ય ધુરા-વહન કરવાને ગ્ય થશે અન્યથા થશે નહિ. અતએ દર દેશની બ્રિટીશ રાજ્ય સત્તા તળે હિન્દુસ્થાન મૂકાયું છે તે સારા માટે મૂકાયું છે એમ અવધવું. મહાપુરૂષોને માર્ગ ખરેખર દુઃખમાંથી પસાર થાય છે અને તેઓ તેથી ઘડાય છે એવું જાણીને પ્રત્યેક મનુષ્ય જે થાય છે તે શુભાર્થ થાય છે ચોવું અવબોધી સહનશીલતાથી જે જે દુખે વિપત્તિ પડે તે સહન કરીને જે કંઈ થાય તેમાંથી શુભ શિક્ષણ ગ્રહણ કરીને આત્મોન્નતિના માર્ગમાં પ્રતિદિવસ વહેવું જોઈએ. હાલ જે અવસ્થા દુઃખમય દેખાય છે તે અવસ્થા ભાવિ સુખને માટે હોય છે એવું અનેક મનુષ્યના સંબંધમાં બને છે એવું જાણું કદાપિ ધેય ન હારતાં કર્તવ્યકર્મમાં સદા તત્પર થવું જોઈએ. જે જે કર્તવ્યકર્મો કરવાનાં હોય તે સ્વાધિકારે શુભાર્થમાની કરવા જોઈએ અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તવું જોઈએ. ભાવિના ગુપ્ત ઉદરમાં શું શું ભર્યું હોય છે તે સર્વજ્ઞ વિના અન્ય મનુષ્ય અવધી શકતો નથી, તેથી મનુષ્ય તત્સંબંધી વિક૯૫ સંકલ્પ ચિંતાને ત્યાગ કરીને વિવેક બુદ્ધિદ્વારા સ્વાધિકાર જે થાય છે તે શુભાર્થ છે એવું માની કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. મહારાજા શિવાજીને એરંગજેબે દિલહી બેલાવી કેદ કર્યો તેથી દક્ષિણ રાજ્યની વાસ્તવિક પ્રગતિનું બીજ રોપાયું અને શિવાજીએ હિદુરાજ્યની દક્ષિણમાં સ્થાપના કરી. શિવાજી ન હત તે સુન્નત હેત સબકી ઈત્યાદિવડે શિવાજીની કીતિ અમર થઈ. જૈન શ્વેતાંબરાની પ્રગતિ માટે અધુના જે જે કંઈ હીલચાલ થાય છે તેના ગર્ભમાં પ્રગતિનાં સૂક્ષ્મ બીજકે રહ્યાં છે તે કારણ સામગ્ર પામીને ભવિષ્યમાં વફલેને દર્શાવશે. હિતશિક્ષણદષ્ટિ અને અશુભમાં પણ શુભ દીનવૃત્તિએ અવલોકીએ તે સ્વાધિકાર જે કંઈ
For Private And Personal Use Only