________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
વાન ગણાયા અને પ્રતિપક્ષીઓના પ્રપંચે બહિર્ ખુલ્લા થયા. દુઃખા વડે સુખનું ભાન થાય છે તેથી વિપત્તિયા સંકટા અને દુઃખાવડે જેણે સત્ય સુખને માર્ગ શોધ્ધા હોય છેતે પશ્ચાત્ અવનતિના માર્ગ પ્રતિ ગમન કરતા નથી. પરમાર્હત શ્રીકુમારપાલ રાજાને જે યુવાવસ્થામાં વિપત્તિયે પડી હતી તેથી તે ઘડાયે અને ગુર્જર રાજ્યની રા, સમ્યગ્ વહન કરવાને સમર્થ થયા. કુમારપાલ રાજાએ વિપત્તિ સંકટાના સમયમાં મનુષ્યે સારા કેવી રીતે થવું તેના અનેક અનુભવે પ્રાપ્ત કર્યાં હતા, તેથી તેણે ગુર્જર દેશની ઉન્નતિ કરવામાં અને ગાર્જરીય જનાની પ્રગતિ કરવાના અનેક પ્રકારે વ્યસનરહિત શુભ માર્ગો પ્રકટ કર્યા હતા. તેણે અઢાર દેશમાં યુક્તિપ્રયુક્તિ સત્તામળ વગેરેથી જીવયા પળાવી હતી. કુમારપાળ રાજાનુ સિદ્ધરાજના સમયમાં દેશદેશ ગામેગામ ભટકવું થયું તે શુભાર્થ યુ એમ તેમના ચિરત્રપરથી વાચકોને સહેજે અવષેાધી શકાય છે. કોલંબસ હિન્દુસ્થાનમાં આવવા નીકળ્યા હતા, પરન્તુ દૈવયોગે અમેરિકામાં ગયે અને તેની તેથી સદાકાળને માટે યાદી રહી. ઈંગ્લાંડના ઈતિહાસ વાંચતાં અવબાધાશે કે અનેક સકટો વિપત્તિયા વેઠીને ઇંગ્લાંડે પેતાની પ્રગતિ કરી છે. જો ઈંગ્લાંડના ઉપર અનેક સકટો ન પડયાં હાત તા તે પોર્ટુગાલ અને સ્પેનની પેઠે રહી શકત. ટ્રાન્સ દેશપર દુઃખે! પડયાથી અને અમેરિકાપર દુઃખે પડયાથી તે દુ:ખમાંથી અન્ને દેશની સ્વતંત્રતાની સાથે પ્રગતિ થઈ. જાપાનમાં પ્રીસ્તિ ઉપદેશકે। આવ્યા તેથી જાપાન ચેત્સું અને અનેક મહાપુરૂષોએ જાપાનની સ્વતંત્રતા માટે આત્મભાગ આપ્યો તેથી હાલ જાપાન વ્યવહારિક પ્રગતિમાં મહારાજ્યની કક્ષામાં ગણાવા લાગ્યુ છે. જે દેશપર અનેક સંકટો પડે છે તે દેશના મનુષ્યા જાગ્રત થાય છે અને સુખના માર્ગો શેાધી તે તરફ આત્મભાગપૂર્વક ગમન કરે છે. આર્યાવર્તપર અનેક સકટા પડયાં છે તેથી તે હવે જાગ્રત્ થયું છે. દુઃખ વિના સુખના માર્ગ તરફ ગમન થતું નથી. અતએવ આર્યાવર્તના ઉપર દુઃખ પડશે ત્યારે તે ખરેખર જાગ્રત થશે. હાલ હિંદુસ્થાનમાં જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. આર્યાવર્તપર
For Private And Personal Use Only