________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
છે. અન્ય કેઈ તેહને તારક નથી એવું ખાસ હૃદયમાં ધારણ કરી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ અને દરરોજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલે થતી હોય તે સુધારવી જોઈએ. દરરોજ મનને આત્માના વિશવતી બનાવવાના ઉદ્યમમાં પ્રવર્તવાથી અન્ને કર્તવ્યકર્મયેગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યું કાર્ય કરી શકાય છે, અને આ વિશ્વવતિ મનુષ્યને ઉત્તમ કર્મયોગીઓ બનાવી શકાય છે.
અવતરણ—અવશ્યક કર્તવ્ય કર્મ જે થાય છે તે સારા માટે થાય છે. કરાય છે એવું માની કર્તવ્ય કરવાની દિશા જણાવે છે. अधुना जायते यद्यद्, यद्भूतं च भविष्यति ॥ मत्वा शुभाय तत्कर्म, कर्तव्यं सव्यपेक्षया ॥६६॥
શબ્દાર્થ-અધુના જે કર્તવ્ય કાર્ય થાય છે, જે થયું છે અને જે થશે તે સર્વે સારાને માટે છે એવું સાપેક્ષદષ્ટિએ માનીને કર્તવ્ય કાર્ય કરવાં જોઈએ.
વિવેચન–ભૂતકાલમાં જે કર્યું તે કર્યું હવે તત્સંબંધી ચિંતા કર્યાથી કંઈ વળે તેમ નથી, તથાપિ મનમાં એમ વિચારવું કે આ વિશ્વશાલામાં ભૂતકાળમાં જે જે કરાયું છે તે વસ્તુતઃ શ્રેય માટે છે. જે જે કંઈ કર્યું અને કરાશે તેમાંથી જ્ઞાની મનુષ્યને વાસ્તવિક પ્રગતિકર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમાં જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કર્તવ્ય કાર્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ ભવિષ્યમાં જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુમ ઉદરમાં શું રહ્યું છે તેની કેઈને સમજણ પડતી નથી તથાપિ વિશ્વશાલામાં ઉત્કાન્તિવાદદષ્ટિએ જે થશે તે શ્રેયઃ માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિન્તાના વાદળોને ભેદીને તેમાં ઢંકાયેલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્કાન્તિ ક્રમમાં આરેહણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનીને સુખ અને દુઃખના સંગમાં સમભાવ ધારણ કરવું જોઈએ. જે માટે શેક કરવામાં આવે છે તેથી જ આત્મોન્નતિનો માર્ગ ખુલે થાય છે
For Private And Personal Use Only