________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૫
જ્યાંસુધી અભ્યાસ નથી થયે ત્યાં સુધી મનરૂપ નપુંસકના સર્વ મનુષ્ય સેવકે છે અને મનરૂપ નપુંસકના સેવકોથી આ વિશ્વમાં મહાન કાર્યો બની શકે એ આકાશ કુસુમવત્ અવધવું. તથા જ્યાંસુધી એવી સ્થિતિ છે ત્યાંસુધી કર્તવ્ય કાર્ય કરવાને સ્વાધિકાર બહુદૂર છે એમ અવબોધવું, ઉપર્યુક્ત હિત શિક્ષાને હૃદયમાં ધારણ કરી તે મનુષ્ય!!! ત્યારે સ્વાધિકારે મન વશ કરી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. સ્વામી રામતીર્થે એક વાર અમેરિકામાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે હિન્દુસ્થાનના લકે હિમાલય વગેરે પર્વતમાં એગ સાધવા જાય છે તેનું રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન અને કાયા રહે અને નિર્લેપ રહી સર્વ કર્તવ્ય કાર્યો કરવાં. આવી ગ્યતારૂપ યોગસિદ્ધિ કરીને તેઓ કર્મયેગી બની વિશ્વને ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિને આદરે છે. ઉપર્યુક્ત કથ્ય સારાંશ એ છે કે તેઓ કર્તવ્ય કર્મો કરવાની અધિકારિતા મન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા વેગ સાધે છે. આવા રોગ સાધનથી મેહ-વિષયલાલસા અને તૃણા ઉપર કાબુ મેળવી શકાય છે. હનુમાન જેમ પતીને પગતળે દાબી દીધી તેમ કર્તવ્યયેગી મોહવૃત્તિરૂપ પતીને રવપરાક્રમવડે દબાવી દે કર્મયેગી હનુમાન બની સંપૂર્ણ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમાં નદી, પર્વત, ગુફાઓ અને હવાપાણી અનુકુલ છે. ફક્ત મનુષ્યએ ગુરૂગમ પ્રાપ્ત કરીને મન વાણી અને કાયાને સ્વાયત્ત કરી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. હે મનુષ્ય ! ત્યારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવર્તે એવી નપુંસકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કર્તવ્ય કાર્યો ન કરવાં જોઈએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવતી શકે એમ બનવા ગ્ય છે ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મોત્સાહપૂર્વક ચગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન, વાણી અને કાયાને આત્મવશ કરી હે મનુષ્ય! હારે કર્તવ્ય કાર્યો કરવા જ જોઈએ, એજ હારી વારતવિક અધિકારિતા છે અને તે અમલમાં મૂકવી જોઈએ. મનને સ્વવશમાં લાવનાર આત્મા પિતાને બંધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માને તારક
For Private And Personal Use Only