________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૪ ફેડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કર્મ યોગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન-વચન અને કાયાની સર્વ શક્તિને સાહાય મળે છે અને તેથી કર્તવ્ય કાર્યોને સમ્યગરીત્યા કરી શકાય છે. વીર્યરક્ષા વિના આ વિશ્વમાં જીવવું મહા દુર્લભ છે અને જીવ્યા વિના કર્તવ્ય કાર્યો કરવાં તે પણ મહા દુર્લભ છે. અતએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વ મુનિવરોની પેઠે મન-વચન અને કાયાના ઉપર કાબુ ધરાવીને દેશ-ધર્મ અને સમાજને અધઃપાત થત નિવાર જોઈએ. વીર્યના અધઃપાતની સાથે દેશ, ધર્મ, સમાજ, વિજ્ઞાન, નીતિ વગેરેને અધપાત થાય છે અને તેથી પુનઃ જ્યાંથી પાત થયે હોય છે તે સ્થિતિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વહી જાય છે. વીર્યની સંરક્ષાવડે આધ્યાત્મિક વીર્યશક્તિની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પિતાના તાબામાં રાખી મનદ્વારા અનેકકાર્યો કરી શકાય છે. અએવ મન-વાણી અને કાયાને પ્રત્યેક મનુષ્ય પિતાના આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ. જ્યારે આત્મા સ્વશક્તિવડે મન-વાણી અને કાયાને સ્વાયત્ત કરે છે ત્યારે તે વિશ્વમાં જે જે કર્તવ્ય કાર્યોને હસ્તમાં ધારણ કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર મારી આજ્ઞા પ્રમાણે મન વર્તે છે અને કાયા વર્તે છે એ અનુભવ જ્યાંસુધી પ્રત્યેક મનુષ્યને થતો નથી ત્યાં સુધી તે સાંસારિક મોહબંધનથી મુક્ત થતો નથી અને સાંસારિક કર્તવ્ય કાર્યોમાં નિર્લેપ રહી શક્તા નથી. ઉપર્યુક્ત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચરતાં સમ્યમ્ અવબોધાશે કે આત્મા જ્યાંસુધી મન-વાણી અને કાયાને પિતાની સત્તાતળે લેઈ સ્વાજ્ઞાપૂર્વક ન પ્રવર્તાવી શકે તાવત્ તે કથની કરનાર છે પણ તે પ્રમાણે વર્તનાર નથી. કહેણ સમાન રહેણી કરવી હોય તે આત્માના તાબે મન-વચન અને કાયાની શક્તિ વર્તવી જોઈએ. સર્વ પ્રકારના અભ્યાસની પૂર્વે મન-વચન અને કાયા પોતાની આજ્ઞા પ્રમાણે વર્તે એ અભ્યાસ સેવ જેઈએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન–અને કાયા વર્ત છે એવો અનુભવ આવે તો પણ કદાપિ પ્રમાદ ન કર જોઈએ. આત્માની આજ્ઞા મુજબજ અમુક પ્રકારના વિચારમાં મન પ્રવર્તી શકે અને નિવર્તી શકે એ
For Private And Personal Use Only