________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩
તેમજ તે વિના આત્માની સત્તા સર્વત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીર્થ ભેગી કૈલાસ પર ચઢી ગયા અને બરફના શિખરને સંકલ્પ બળથી પડતાં અટકાવ્યું તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવધવું. બ્રહ્મચર્ય વિના સંકલ્પબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચર્યધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાને અધિકારી બને છે. શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય બ્રહ્મચર્યના પ્રતાપે એકસને આઠ ગ્રન્થ લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અએવ બ્રહ્મચર્ય ધારણ કરવાની અત્યંત ઉપયોગિતા અવબોધવી જોઈએ. અત્ર એક અમદીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્યનું દષ્ટાન્ત આપવામાં આવે છે. પડિત શ્યામસુંદરાચાર્યની જન્મભૂમિ કામવન છે. તેઓએ વીસ વર્ષ પર્યન્ત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યું પશ્ચાત્ પચ્ચીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમણે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યો. વર્ષ પર્યન્ત ઉજાગરે કરીને પંજાબ સરકારી યુનિવર્સિટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને સાથે સાથે દિગંબર જૈનાગમને અભ્યાસ કર્યો. કાશી સરકારી પ્રિન્સ કોલેજની ન્યાય વ્યાકરણાચાર્યની પરીક્ષા પાસ કરી. પશ્ચાત્ કાશીમાં આવી કુલ મહા મહોપાધ્યાઓની પ્રધાન વિદ્વત્ સંસ્થામાં ષડુ દર્શનની પરીક્ષા દેઈને આચાર્યપદ પ્રાપ્ત કર્યું. સાત વર્ષ પર્યન્ત બનારસ યશવિજય જન સંસ્કૃત પાઠશાલામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક પરીક્ષક કાર્યપ્રવૃત્તિ કરી અને ત્રણ વર્ષ પર્યન્ત અમને સ્યાદ્વાદમંજરી, રત્નાકરાવતારિકા, અષ્ટસહશ્રી, તત્વાર્થવૃત્તિ, અને સમ્મતિતર્ક વગેરેને અભ્યાસ કરાવ્યું. પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત ભારતીય વિદ્યાની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુર્વેદનું મનન કરીને રસાયનશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયન સાર ગ્રન્થને સંસ્કૃતમાં પ્રથમ ભાગ બનાવ્યું. અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને રસાયન સારના ચાર ભાગ બનાવવા વિચાર સંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદવી પર આરેહ કરવાને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલું બ્રહ્મચર્ય . પચ્ચીસ વર્ષથી તેમણે વીર્યરક્ષાભૂત બ્રહ્મચર્ય પાળવાને આરંભ કરેલ છે તેથી તેઓ ઉપર્યુક્ત કાર્યો કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્ય પ્રતાપે શારીરિકબળ ખીલવી છાતીમાં ઈંટ
For Private And Personal Use Only