________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
મનની શક્તિ ખીલે છે, પરંતુ જ્યારે મેહના વશમાં મન વર્તે છે ત્યારે મન નિર્બલ થઈ જાય છે. આત્માના તાબામાં જ્યારે વચનોગ હોય છે ત્યારે વાણીની શક્તિ ખીલે છે, પરંતુ તે મેહસંયુક્તમનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શક્તિ મન્દ પડી જાય છે. મોહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞા પ્રમાણે કાયા વર્તે છે ત્યારે કાયાની શક્તિ ખીલી શકે છે અને તેથી સ્વાત્માપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે મોહવિશિષ્ટ મનના તાબામાં વર્તે છે ત્યારે કાચિક શક્તિની ક્ષીણતા થાય છે. મન-વાણી અને કાયાપર જ્યારથી આત્માનો પૂરેપૂરે કાબુ વર્તે છે ત્યારથી આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પર ગમન કરી શકે છે. જે એને મન-વાણી અને કાયાપર કાબુ નથી તેઓના તાબે કશું કંઈ નથી અને તેમજ તેઓ નિર્જીવ મૃતકની પેઠે વિશ્વમાં જીવવાનો અધિકારી બની શકતા નથી. મન–વાણી અને કાયાને જો આત્મા પિતાના તાબામાં લેવા ધારે છે તે તે શનૈઃ શનૈઃ તેઓને સ્વાયત્ત કરી શકે છે, અને મન-વાણું કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. મન-વાણી અને કાયાને પોતાની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તાવી શકે છે તે આત્મા વાસ્તવિક કર્મયોગીની પદવી પ્રાપ્ત કરી શકે છે અને તે વિશ્વમાં સ્વસત્તા જમાવી શકે છે. તે મનુષ્ય !!! તું હૃદયમાં મારા તાબે શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ માનીને મનને સ્વવશમાં કરી કર્તવ્ય કાર્યને કર! જે મનુષ્યના હૃદયમાં પોતાના તાબામાં શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે શરીરને પ્રવર્તાવું અને મને મારા પ્રમાણે જ વિચાર કરી શકે એ અપૂર્વ વ લ્લાસ પ્રકટે છે તે મનુષ્ય આ વિશ્વમાં અદભુત કાર્યો કરવાને સમર્થ બને છે. શ્રી મહાવીર પ્રભુએ મેરૂપર્વતને જમણું અંગુઠે કંપા એમ કલ્પસૂત્રાદિમાં નિવે છે તે ખરેખર મનને વશમાં રાખનાર મહાત્માઓને અનુભવગમ્ય થઈ શકે છે. આર્યખપુટાચાર્ય આત્માના તાબામાં મનને રાખીને દેવતાઈ પ્રગટ કરી બતાવ્યા હતા. શ્રી હરિભદ્રસૂરિએ મન અને કાયાને આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક શુભ કાર્યો (શાસ્ત્રરચનાદિ) કર્યા હતાં. જેણે મન-વચન અને કાયાને સ્વાસ્સામાં રાખી તેણે વિશ્વ પર જ્ય
For Private And Personal Use Only