________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્ય નષ્ટ કર્યું. આ ઉપરથી અવધવાનું કે આત્માની શક્તિવડે જે જે કાર્યો આત્મશ્રદ્ધાપૂર્વક કરવાનાં હોય તેમાં લક્ષ્ય રાખવું. આ ત્મશ્રદ્ધાવડે પ્રારંભિત કર્તવ્ય કાર્ય કરતાં તે કાર્ય મારાથી થશે એ હૃદયમાં દઢ સંક૯પ ધારણ કરે. જ્ઞાતાસૂત્રમાં આત્મશ્રદ્ધા વિષે બે શેઠ પુત્રનું દૃષ્ટાંત મોરના બચ્ચા પર આપવામાં આવ્યું છે. એક નગરમાં બે શેઠીયાના પુત્ર રહેતા હતા. તે બન્ને પરસ્પર મિત્રતાની ગાંઠથી બંધાયેલા હતા. એક દિવસ તે બન્ને નગરની બહાર ઉદ્યાનમાં ગયા. એક મરડી (મયુરી) એકના દેખવામાં આવી. મયુરી સશંકિત થઈ ભયથી નાસવા લાગી તેથી એકને ત્યાં મયુરીનાં ઇંડાં હોવાનું લાગ્યું. મયુરી જ્યાં બેઠી હતી ત્યાં ગમન કરીને અવલેર્યું તે મયુરીએ બે ઇંડાં મૂકેલાં દેખ્યાં. તે બે ઈંડાને અને મિત્રે પરસ્પર એક એક વહેંચી લીધાં. બંને મિત્રે ઈડાને મોટું કરવાના ઉપાયે આરંભ્યા. એક મિત્ર તો આત્મશ્રદ્ધાવડે એમજ માનવા લાગે કે ઇંડામાંથી બચું અવશ્ય નીકળવાનું. આ પ્રમાણે આત્મશ્રદ્ધા ધારીને તે ઈંડાને મે હું કરી પકવી બચ્ચે કાઢવાનું કર્તવ્ય કર્મ કરવા લાગે તેથી છેવટે ઈંડુ પુટયું અને તેમાંથી મેરનું બચ્ચું નીકળ્યું. બીજે મિત્ર એક ઇંડાને પોતાને ઘેર લઈ ગયે. દરરોજ તેને પકવવાના ઉપાયે કરવા લાગે પરંતુ તે આત્મશ્રદ્ધા વિના, ચિંતવવા લાગ્યું કે ઇંડામાંથી બચ્યું નીકળશે કે નહિ? ઈંડામાં બચું જીવતું હશે કે કેમ? એવી શંકા કરી ઇંડાને તપાસવા લાગે અને શકિત રહેવા લાગે તેથી પરિણામ એ આવ્યું કે તે ઇંડામાંથી બચું નીકળ્યું નહિ અને નિરાશ થયે. જ્ઞાતાસૂત્રમાં પ્રદશિત મયુરીના ઈડાના દષ્ટાન્તથી અવબોધવાનું કે આત્મશ્રદ્ધા બળથી કર્તવ્યકાર્યોની સિદ્ધિ થાય છે. શકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હૃદયની શ્રદ્ધાને પ્રત્યેક કાર્યના આરંભમાં બલવતી કથી છે. પ્રત્યેક કાર્ય આરંભતાં તેમાં આત્મશ્રદ્ધાબલ કેટલું છે તે જ તે કાર્યની સિદ્ધિને મુખ્ય પાય છે. કર્તવ્ય કાર્ય કરવા માટે આત્મશ્રદ્ધાબળની અત્યંત આવશ્યકતા, મંત્રયંત્ર પ્રક્રિયાઓની પેઠે અવબોધીને તે મનુષ્ય પ્રાસંગિક પ્રારંભિત પ્રાપ્ત કર્તવ્યકાર્યોને કર્યા કર.
For Private And Personal Use Only