________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫
કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા નથી તેઓ અનેક પ્રકારની શોધ કરી શકતા નથી. આર્યાવર્તન મનુષ્યમાંથી જ્યારથી કર્તવ્યકાર્ય કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઈ ત્યારથી તેઓ પરાશ્રયી પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે, અને તેઓએ યુરેપ વગેરે દેશમાં આગગાડી, ટેલીગ્રાફ, તાર વગેરેની જે જે શેષે થઈ તેમાંની એક પણ વા તેના સરખી એક પણ શેધ કરી શક્યા નથી. આર્યાવર્તના મનુષ્ય કર્મ-નસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવું એકાન્ત ઉદ્યમની અવગણના કરી માનીને કર્તવ્યકાર્યોની આત્મશક્તિ શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માંસના ચાના જેવા ચિતવહીન દેખાય છે. તેઓના મુખપર કર્તવ્ય કરવાની શક્તિની આત્મશ્રદ્ધાનું તેજ દેખાતું નથી. તેઓના મનમાં જે બનવાનું હશે તે બનશે એ ભાવિભાવ એકાન્ત ઠસી ગયો છે તેથી તેઓના ચહેરાએ ઝાંખા દેખાય છે. આવી આત્મશ્રદ્ધાની શિથિલતામાં જે તેઓ પિતાની ભવિષ્યની પ્રજાને મૂકશે તે ખરેખર તેઓ ભવિષ્યના શાપના પાત્રભૂત થઈને અત્રથી મૃત્યુ પામી અન્ય ભવમાં પણ પરતંત્ર, દુઃખી, ગરીબ, કંગાલ, પરાશ્રયી અને અન્યની ઈચ્છા૫ર જીવનારા બની. રહેશે. આત્માની જ્ઞાનાદિક શક્તિ ખીલવવાને સ્વતંત્ર આત્મશ્રદ્ધાની જરૂર છે અને તે જેટલા અંશે વિશ્વવતિ જે જે દેશના મનુષ્યમાં ખીલે છે તે તે દેશના મનુષ્ય વિશ્વાન્નતિ કરવાને અધિકારી બની શકે છે. જ્યારે ત્યારે અખિલ વિશ્વવતિ મનુષ્ય કર્તવ્ય કાર્યોની આ ત્મશક્તિની શ્રદ્ધાથી સ્વાશ્રયી બની શકશે. પાણિપતના મેદાનમાંથી જ્યારે આત્મશ્રદ્ધાથી મરાઠાઓ શિથિલ થયા ત્યારે તેઓ ભાભાગા કરીને પાછા હઠયા અને ત્યારથી તેઓ ઉન્નતિના માર્ગથી ભ્રષ્ટ થયા. આત્મશ્રદ્ધાથી કર્તવ્યશક્તિનું બળ વધે છે અને તેથી વિશ્વમાં સ્વાતંત્ર્યપદ પ્રાપ્ત કરી શકાય છે. દેહ મમત્વાદિ અધ્યાસનું જોર વધે છે ત્યારે કર્તવ્ય કાર્ય શક્તિની સ્વાત્મશ્રદ્ધા શિથિલ થાય છે. આ ત્મશ્રદ્ધાબળથી ધંધારોજગારમાં–સાર્વજનિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં સતતાભ્યાસવડે પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સુધી સ્વાત્મ
For Private And Personal Use Only