________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
પણ ખ્યાલ ન આવે એવાં કાર્યો થઈ શકે છે એમ ખરેખર રોગશાસ્ત્રના નિદિધ્યાસનથી અનુભવ આવી શકે છે. બંગાલાના પ્રસિદ્ધ દાક્તર બોઝે વનસ્પતિમાં જીવન છે એમ સાયન્સ વિદ્યાર્થી પ્રયોગ કરી અમેરિકાદિ દેશના સાયન્સ વિદ્વાનને પ્રાગદ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેથી એમ અનુભવ થઈ શકે છે. મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય જયાં ઈછા કરે ત્યાં માર્ગ કરી શકે છે. મનુષ્યના હૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે ફક્ત તેને કેળવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે. આત્માની શક્તિને કેળવવાની પ્રવૃત્તિરૂપ કાર્યોમાં પ્રવૃત્ત થઈને તેઓને કેળવવામાં આવે છે તે તેઓને પ્રકાશ કરી શકાય છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની બુદ્ધિ આદિ શક્તિને અવધ થાય એવા વિચારે અને આચારેનું પાતંત્ર્ય પરિહાર્ય છે એમ વસ્તુતઃ અવધી આત્માની શક્તિ છે જે માર્ગે ખીલે છે તે માર્ગે વહન કરવાની સ્વતંત્રતા ખીલવવી જોઈએ. જે દેશના મનુષ્ય સ્વતંત્ર હેય છે અને આત્મસ્વતંત્ર દ્રષ્ટિએ પ્રત્યેક કાર્ય કરે છે, તેઓ વિન્નતિ, સમાજેન્નતિસ્વાભેન્નતિ આદિ અનેક ઉન્નતિઓને પ્રાપ્ત કરી આ વિશ્વમાં આકાશથી સ્વર્ગને નીચે ઉતારે છે અર્થાત્ કથવાને સારાંશ એ છે કે આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવી દે છે. કર્તવ્યકાર્યોની આત્મશ્રદ્ધામાં મરણ જીવન જેઓને સમાન ભાસે છે તેઓ વિશ્વની ઉત્ક્રાન્તિ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હેય છે તેઓને જે મનુષ્ય આત્મશ્રદ્ધાથી આરંભે છે તે દેવતાઈ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આત્મશ્રદ્ધાથી કાર્ય કરનાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રવર્ગ સ્વકર્તવ્ય કાર્યની પ્રગતિમાં આગળ વધી શકે છે, અને જ્યારે તેઓ કર્તવ્યકાર્યની પ્રવૃત્તિ કરે છે પરંતુ તે પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાથી શિથિલ્ય ધારે છે ત્યારે તેઓ વિશ્વની સપાટી પર સ્વામિત્વ સંરક્ષવાને પણ અશક્ત બની વિશ્વવતિ મનના દાસ બની પરતંત્ર કાદિની પેઠે સ્વજીવનને વ્યતીત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યાં આત્મશ્રદ્ધા વિનાના મનુષ્ય પરાશ્રયી અવલોકાય છે અને તેઓજ અન્ય બળવંત મનુબેની મરજીથી વિશ્વમાં જીવવાને લાયક રહી શકે છે. જે મનુષ્યમાં
For Private And Personal Use Only