________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૩
કૈરાના સમયમાં અનેક અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓની શોધ થઈ હતી તેનું કારણ એ છે કે મનુષ્ય જે કાર્ય કરવા ધારે છે તે આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી શકે છે. મારાથી થઈ શકશે. મારામાં અમુક કાર્ય કરવાની શક્તિ છે એવી આત્મશ્રદ્ધા ધારીને કર્તવ્ય કાર્યો કરવાથી આત્માની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે અને જે જે કાર્યો કરવાને હાથમાં લીધેલાં હોય છે તે સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે. કર્તવ્ય કાર્ય કરવાની શક્તિ પર વિશ્વાસ ધારણ કરીને સતતાભ્યાસ બળે કાર્ય કરે. કદી નાસીપાસ થતાં પશ્ચાત્ ન હઠે. આત્મશક્તિને શ્રદ્ધાળુ મનુષ્ય કર્તવ્ય કાર્યોના રણક્ષેત્રમાં આનન્દમસ્ત બની પ્રવૃત્તિ કરે છે તે કદી પશ્ચાત્તાપથી દીન બનતું નથી તે તે ફક્ત કાર્ય કરવું એજ મારી ફર્જ છે એવું માની આત્મશ્રદ્ધાથી કર્તવ્ય કાર્યો જે જે શીર્ષપર આવી પડેલાં હોય છે તે કર્યા કરે છે તેના પરિણામથી તે હર્ષશેકાદિની લાગણીથી નિર્લેપ રહે છે. કાળે માથાને માનવી શું નથી કરી શકત? અર્થાત્ સર્વ કરી શકે છે એવી આત્મશ્રદ્ધા જેને છે તે મનુષ્ય વ્યાવહારિકરીત્યા અને ધાર્મિક રીત્યા વિશ્વમાં જીવવા અને રવાસ્તિત્વ પરંપરા રક્ષવા પ્રવર્તાવવા તથા પ્રવર્ધાવવા સમર્થ બની શકે છે. પરમાત્મા થે છે કે હે મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિંડમાં છે માટે તું આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે માટે તું કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થા. આગગાડી જ્યારે પ્રથમ શરૂ થઈ નહતી. ત્યારે લેકેને તેની ઉત્પત્તિને ખ્યાલ નહે. કઈ પણ મનુષ્ય નહોતું ધારતું કે આ કાર્ય કઈ કરી શકશે પરંતુ તેને ખ્યાલ કેઈને મગજમાં આવ્યું અને હાલ વિશ્વવતિ મનુષ્યને પરસ્પર એક બીજાની પાસે જવાને આગગાડીથી ઘણી સગવડ થઈ છે. સાયન્સ વિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક શેઠે થઈ છે અને ભવિષ્યમાં અનેક શેધ થશે તેનું કારણ ખરેખર અમુક કાર્ય કરવાની સ્વાત્મામાં શક્તિ છે અને તે મારાથી થશે એવી આત્મકદ્વાજ છે. કોણ જાણતું હતું કે જાપાન દેશ મહારાજ્યની ગણત્રીમાં આવી શકશે પરંતુ કર્તવ્યકાર્ય સંબંધી આત્મશ્રદ્ધાથી જેને સ્વપ્નમાં
For Private And Personal Use Only