________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૧
શેષ નથી. સતતાભ્યાસ બળ અને પરંપરાભ્યાસ બળ વડે સ્વાધિકાર જે જે કર્તવ્ય કાર્યો હોય તે અવશ્ય કરવાં જોઈએ. યદિ અભ્યાસ ન સેવવામાં આવે તે જીવતાં મનુષ્ય મડદા સમાન છે અને તેઓ સ્વપરની ઉન્નતિ કરવાને કઈ પણ રીતે લાયક નથી. કર્તવ્ય કાર્યો માટે જે અભ્યાસ ન લેવાય તે અવધવું કે કર્તવ્ય કાર્યો માટે મનુષ્ય જીવતેજ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતા રહેવાને અધિકારી થતું નથી. કારણગે કાર્યની સિદ્ધિ થાય છે, કેઈ પણ મનુષ્ય કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવું જગતમાં દાન્ત છે જ નહિ. સતતાભ્યાસ વિના કોઈ પણ કર્તવ્ય કાર્યની સિદ્ધિ થતી નથી. જે કર્તવ્ય કાર્ય માટે અભ્યાસ સેવવામાં આવે છે તેજ કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ આવિર્ભાવ અવલેકવામાં આવે છે. આત્માના જે જે ગુણના પ્રકાશાર્થે અભ્યાસ સેવવામાં આવે છે તે તે ગુણેને આવિર્ભાવ થાય છે. નેપોલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યો હતે તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસબળ સેવે છે તે મનુષ્ય તે કર્તવ્ય કાર્યની શક્તિને પ્રગટાવી શકે છે. એમ શેકસપીયર, બેકન, કાલીદાસ આદિ અનેક આદર્શ શક્તિધારક મનુષ્યના દષ્ટાંતોથી સિદ્ધ થાય છે. એવું હૃદયમાં અવબધીને જે જે શક્તિ પ્રાપ્ત કરવાની હોય અને જે જે કર્તવ્યકર્મો કરવાનાં હોય તેને અભ્યાસ પરિપૂર્ણ સેવ. અભ્યાસ સેવ્યા વિના ફળની આશા રાખવી તે વ્યર્થ છે. ઉપર્યુક્ત કલેક ભાવાર્થને હૃદયમાં ધારણ કરી કર્તવ્ય કર્મને સતતાભ્યાસવડે કરનાર થા. કર્તવ્ય કર્મની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્મણિકી આદિ બુદ્ધિ પણ સતતાભ્યાસ અને પરંપરાભ્યાસ બળવડે ત્વને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક ન્નતિ છે એમ નિશ્ચયતઃ અવધી કર્તવ્ય કાર્ય કર અને આત્મશક્તિને પ્રકટાવ !!! આ લેકને ભાવાર્થ એ છે કે પરંપરાભ્યાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તે ભાવાર્થને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરંપરાભ્યાસવડે કર્તવ્યતાને અને આત્મશક્તિને પ્રકટાવ !
અવતરણ-કર્તવ્ય પ્રવૃત્તિની વાસ્તવિક યુક્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only