________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦
તેમણે સર્વ આધ્યાત્મિકશક્તિ ખીલવી હતી. કોઈ પણ વ્યક્તિની ખીલેલી શક્તિને ઉદ્દેશી કથવામાં આવે છે કે એણે પૂર્વભવમાં તે તે શક્તિની પ્રાપ્તિ માટે સમ્ય અભ્યાસ કર્યો હતો. પૂર્વભવસંસ્કાર અને પૂર્વભવાભ્યાસક્ષપશમવંત મનુષ્ય આ ભવમાં અલ્પ પ્રયને મહતુકાર્યો કરી શકે છે. એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરાશે તે ત્વરિત અવબોધશે. શ્રી નેમિપ્રભુનું પૂર્વભવેનું ચરિત વિલેતાં ત્વરિત પ્રબંધાય છે કે પરંપરાભ્યાસથી સ્વાત્મામાં તે તે પ્રકારની શક્તિ પ્રકટે છે. આ ભવમાં અને પરભવમાં પરંપરાભ્યાસનું બળ એટલું બધું પ્રકટે છે કે તેથી પ્રાપ્તસ્થિતિથી વિનિપાત થતું નથી અને ઉર્વપદની પ્રાપ્તિમાં ક્વચિત્ કોઈનાથી કદા પ્રત્યવાય થતું નથી. ઉસ્થિતિની અવધિ પ્રાપ્ત કરવા માટે પરંપરાભ્યાસની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક અનેક ગુણની સ્વાત્મામાં શક્તિ પ્રાપ્ત કરવાને પરંપરાભ્યાસનું મહત્વ સ્વીકારીને તે પ્રમાણે પ્રવર્યા વિના છુટકે થવાનું નથી. જે જે કર્તવ્યકાર્યોની અભ્યાસ પરંપરાઓ સેવવાથી કર્તવ્ય કાર્યોની સિદ્ધિસહ આત્મશક્તિની વૃદ્ધિ થાય છે. તે અભ્યાસ પરંપરાઓને ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યમાં જે જે મહાન શક્તિ પ્રગટી છે તે પરંપરાભ્યાસનું ફલ છે. એવું અવધારીને પરંપરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોની સિદ્ધિ માટે સેવવી જોઈએ. મુક્તિમાર્ગમાં વા સાંસારિક માર્ગમાં કર્તવ્ય કાર્ય પરંપરાભ્યાસથી આત્માની શક્તિ પ્રગટે છે અને કર્તવ્ય કાર્યોની સિદ્ધિ થાય છે. જે જે કાર્યોની-જે જે ગુણોની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામાં આવે છે તે તે કાર્યોની અને તે તે ગુણેની સિદ્ધિ ખરેખર સતતાભ્યાસ બળે અને પરંપરાભ્યાસબળે થાય છે એમ અનેકજ્ઞાનગીઓનાં અને કર્મયોગીઓનાં દષ્ટાંતથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ એ બેનાથી ભ્રષ્ટ થવું એના કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ જેનામાં નથી અને જેનામાં છે તે પણ જે મન્દ થાય છે તે જીવતાં છતાં મૃતકના સમાન છે અને તે વિશ્વમાં નકામું ખાવે છે પીવે છે. તેઓને જન્મ પશુઓના કરતાં વિ
For Private And Personal Use Only