________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૫
જેએ શુભાશુભ વ્યવહારમાં તટસ્થ બનીને શુભાશુભ સંકલ્પ કર્યોવિના પ્રારબ્દાનુસારે કર્તવ્ય કર્મો કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયે વિના અન્યમનુષ્ય કે જે શુભાશુભ સંકલ્પથી મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સંકલ્પને ત્યાગ કરે અને શુભસંક૯પૂર્વક અધિકારપ્રાપ્ત કર્તવ્ય કાર્યોને કરવાં. સંકલ્પની દઢતાવડે પ્રારંભિત કર્તવ્ય કાર્યની સિદ્ધિ થાય એવી યુક્તિવડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયા વિના સંકલ્પની દઢતાને ત્યાગ ન કરે.
અવતરણ-કાર્ય સમાપ્તિથી આત્મામાં કાર્ય વીર્ય વધે છે, ઈત્યાદિ પ્રબોધવામાં આવે છે.
समाप्तेः कर्मणः स्वस्मिन् । कार्यवीर्य प्रवर्धते ॥ सतताभ्यासयोगेन। शक्तिवृद्धिः प्रजायते ॥६२॥
શબ્દાર્થ—કાર્યની સમાપ્તિથી વાત્મામાં કાર્યવીર્ય પ્રવધે છે. સતતાભ્યાસગે શક્તિવૃદ્ધિ ઉદ્દભવે છે.
વિવેચન—આ ક્લેકને ભાવાર્થ અનુભવગમ્ય કરવામાં આવે તે કર્તવ્ય કર્મ કરવાની પ્રવૃત્તિમાં પ્રગતિ થઈ શકે છે. ઉપરના લેકમાં કહેવામાં આવ્યું કે પ્રારબ્બકાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે છે માટે સંકલ્પની દઢતાપૂર્વક કાર્ય કરવું જોઈએ. આ કલેકમાં પ્રારબ્ધ કાર્યની સમાપ્તિથી કાર્ય કરવાની જે શક્તિ છે તેને નિર્ણય કરવામાં આવે છે. સામાન્ય લઘુ કાર્યને પ્રારંભ કરીને તેને સમાપ્ત કરવામાં આવે છે તે તેથી આત્મામાં ઉત્સાહશક્તિ વધે છે અને અન્ય કાર્યોને સમાપ્ત કરવાની આત્મશક્તિ ખીલે છે. એમ સર્વત્ર કર્મયેગીઓના આત્માઓની શક્તિઓનું સૂફમનિરીક્ષણ કરતાં અવબોધાય છે. સિકંદરે પ્રથમ લઘુયુદ્ધરૂપ કાર્યની સમાપ્તિ કરી વિજ્ય મેળવ્યું તેથી તેના આત્મામાં અત્યંત ઉત્સાહ અને શુદ્ધ પ્રવૃત્તિથી શક્તિ વધતાં વધતાં એટલી બધી વધી કે તેણે હિન્દુસ્થાન (આર્યાવર્ત) પર સ્વારી કરી અને તેણે અનેક દેશને જીતી લીધા. નેપોલીયન બોનાપાર્ટમાં પણ ધીમે ધીમે કર્તવ્ય કાર્ય સમાપ્તિથી આત્મશક્તિ વધવા લાગી અને તે એટલા સુધી વધી કે તેથી તેણે
For Private And Personal Use Only