________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩
જોઈએ અને જે કાર્ય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંકલ્પથી ગબળ ખીલે છે અને તેથી અશક્ય કાર્યો પણ સુશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામાં આવે છે, તે કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં સંક૯પની દઢતા હોય છે તેજ કાર્યસિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાનાં ઈડને રેતીમાં દાટે છે અને પશ્ચાત્ તે જલમાં રહીને ઈડામાંથી બચ્ચાં થવાનો દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વર્તે છે, તેથી તે ઈડામાંથી બચ્ચાં નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂણતા કરવામાં દઢ સંકલ્પ એ આત્માભૂત છે. એડીસને દઢ સંકલ્પથી પ્રત્યેક શેધમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શુભકાર્યને દઢ સંક૯પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે અને અશુભ કાર્યને દઢ સંકલ્પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે. સંક૯પબલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ એગશાસ્ત્રોના અધ્યનથી અવબેધાય છે. અશુભ દઢ સંકલ્પથી સ્વ અને વિશ્વનું અશુભ થાય છે અને શુભ દઢ સંકલ્પથી સ્વ અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. પિતાના શુભાશુભ સંકલ્પથી વનસ્પતિ પર શુભાશુભ અસર થાય છે, તે અન્ય જીવેનું તે કહેવું જ શું? શુભાશુભ સંકલ્પ બળથી વિદ્ય
ની પેઠે સ્વનું અને વિશ્વનું શુભાશુભ કરી શકાય છે. મંત્રશાસ્ત્રાનાં રહસ્યનું સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરવામાં આવશે તે શુભાશુભ સંક૯૫બલનું માહાસ્ય અવધાશે. શુભાશુભ સંક૯૫ પર વિશ્વમાં એક કિંવદન્તી નીચે પ્રમાણે પ્રવર્તે છે-દિલ્હીના બાદશાહે એક વખત દિલ્હીના મહાજનને ભેગું કરી ચીનના શાહ પાસે કહ્યું અને પત્ર લખી જણાવ્યું કે-દિલ્હીના બાદશાહ અ૫ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના બાદશાહે દીર્ધકાલ પર્યન્ત રાજ્યગાદી ભેગવે છે, તેનું શું કારણ છે? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જણાવશે. ચીનના શાહે વિચાર કરી દિલ્હીના મહાજનને એક વટવૃક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કહ્યું કે જ્યારે આ વટવૃક્ષ શુષ્ક થઈ જશે ત્યારે તમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે
For Private And Personal Use Only