________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૨
પ્રારંભવું તે પશ્ચાત્ તે પાર પાડવું તેને ત્યાગ ન કરે. આજ મારી માતાને કાર્યસિદ્ધિ કરી બતાવીશ. આ પ્રમાણે વિચાર કરી તેનું પુચ્છ પકડી તેની પાછળ તણાવા લાગે. ગધેડે મસ્ત હોવાથી તેણે ભેળાને ખૂબ લાત મારી તે પણ તેણે પુચ્છ ત્યયું નહિ. તેના શરીરે ઘણી લાતે વાગવાથી તે બેશુદ્ધ થઈ ભૂમિ ઉપર પડશે. તેને તેના ઘેર લઈ ગયા. તેની માતાએ તેને ઉપાલંભ દીધું અને કહ્યું કે આવું કાર્ય કરવું નહિ; ત્યારે તેણે કહ્યું કે માતાજી! તમેજ હને શિખવ્યું કે જે કાર્ય પ્રારંભવું તેને ત્યાગ કરવો નહિ. તમારે એ ઉપદેશ મેં ગધેડાનું પુચ્છ પકડીને સિદ્ધ કરી દર્શાવ્યું. ગધેડાનું પુચ્છ પકડીને તેને ધોબી આવે ત્યાં સુધી પકડી રાખવાનું હતું તે કાર્ય મેં પુછ ગ્રહીને પ્રારંવ્યું હતું તેને કાર્યની સિદ્ધિ થયા વિના કેમ ત્યાગ કરી શકાય? પુત્રના શબ્દો શ્રવણ કરી માતાએ કચ્યું પુત્ર! શુભ કાર્યને પ્રારંભ કરી તેનો ત્યાગ કરે તે અયોગ્ય ગણી શકાય. આત્માની શક્તિને નાશ ન થાય, શરીરે હાનિ ન થાય, એવી રીતે પ્રાસંગિક
પકારિક કાર્યો પણ કરવા જોઈએ. ગમે તે માર્ગ ઉપાયે પિતાને હાનિ ન થાય અને ધોબીના ગધેડાને (રાસભને) અવધી શકાય એવી રીતે તેના અવરોધકની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ; પણ હું સ્વશરીરને નાશ થાય તેવે માર્ગ ગ્રહણ કર્યો માટે તું ભેળો (મૂર્ખ) છે. આ કથા ઉપરથી સાર એ લેવાને છે કે જે જે પ્રવૃત્તિ પ્રારંભવી તે યુક્તિપૂર્વક ખરેખર શુભ કાર્યોની પ્રારંભવી. પરંતુ અશુભ અર્થાત્ પાપ-દોષ-શરીરાદિ હાનિકારક પ્રવૃત્તિ તે પ્રારંભવી નહિ. જે પ્રવૃત્તિને પ્રારંભ ખરેખર પિતાને અને પરને પ્રગતિકારક હોય તેને સ્વીકાર કર. શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિને ઉપયોગ કર. અભયકુમાર-બીરબલ-અને નંદિસૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુક્તિવડે કરવાં જોઈએ. ઈંગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્ય સ્થાપનારૂપ કાર્યને પ્રારંભ ખરેખર અનેક યુક્તિ વડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમાં શાંતિ ફેલાવી અને રાજ્યશક્તિની વૃદ્ધિ કરી. તકત મનુષ્યએ અનેક સુયુક્તિવડે ગ્ય કાર્ય પ્રારંભવું
For Private And Personal Use Only