________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કલ્યાણપ્રતિ પ્રવૃત્તિ કરતાં જે કંઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા ચાહું છું. સ
વૈજ્ઞ વિના અન્ય મનુષ્યની ભૂલો થાય છે. વિશેષ જ્ઞાની ક્ષમા એાની દૃષ્ટિમાં મારા જે જે વિચારોમાં ભૂલો દેખાતી હોય
તે તેમની ક્ષમા ચાહું છું. ગુણાનુરાગી સહુને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે તેઓ કોગમાં જે કંઈ ભૂલ થઈ હોય તે સુધારે. ભો ભૂલે અને તારો ડૂબે, તથા ચાલતાં ખૂલન થાય એ ન્યાયને અનુસરી જે કંઇ ભૂલ થઈ હોય તેની સંધની આગળ ક્ષમા ચાહું છું. આ ગ્રન્યની પહેલી આવૃત્તિમાં જે કંઈ ભૂલો થઈ હોય તેની સંપુરૂષો યાદી આપશે તે તેને દિતીયાવૃત્તિમાં સુધારો કરવામાં આવશે. વા પ્રસંગોપાત્ત જે કંઇ સુધારાવધારો કરવાનું જણાશે તેને દિતીયાવૃત્તિમાં સુધારાવધારે કરવામાં આવશે. સામાન્યતઃ એ પ્રમાણે પ્રસ્તાવનાના વિચારો દર્શાવી પ્રસ્તાવનાને ઉપ
સંહાર કરવામાં આવે છે. પ્રસ્તાવનામાં અનેક વિષયો ઉપસંહાર, ચર્ચવાના બાકી રહ્યા છે, પરંતુ કસાર ઘણોખરે પ્રસ્તા
વનાની દિશાથી સહેજે સમજાઈ જાય તેમ છે. જનતા અવબોધાવવાને માટે તત્ત્વજ્ઞાનના ઉપધાતની આવશ્યક્તા રહે છે. પરંતુ જેનતના જ્ઞાનનું પ્રસગેપાર કયેગમાં વિવેચન કરવામાં આવ્યું છે, તે મજ ઉપોદઘાતમાં તનું રહસ્ય સમજાવતાં એક નવીન ગ્રન્ય થઈ જાય તેમ છે, તેથી ગ્રન્થવિસ્તાર ભયથી ઉપધાત અત્ર ન લખતાં અન્યત્ર લઘુ પુસ્તકરૂપે પ્રાયઃ બહાર પાડવા વિચાર છે. કર્મયોગને એકજ વિષય હોવાથી વિષયાનુક્રમણિકા રચવામાં આવી નથી. આ ગ્રન્થ વાયા વિના ગ્રન્થના સકલ આશાને સમજી શકે તેમ નથી. માટે વાચકોને ગ્રન્થર્તાના પૂર્વાપર સકલ આશયોને બંધ થવા માટે અથથી ઇતિ સુધી સંપૂર્ણ ગ્રન્થ વાંચવાની ભલામણ કરવામાં આવે છે અને જે વિષયમાં શંકા પડે તેને વિદ્વાનને પુછી ખુલાસો કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્લેગના કારણથી પ્રેસની ઢીલાશ વગેરે કારણેથી ધાર્યા પ્રમાણે કર્મવેગ ગ્રન્થ બહાર પાડવામાં વાર લાગી છે. વિશ્વમાંથી જે કંઇ પ્રાપ્ત થયું તેને વિશ્વજનેને લાભ આપવો એવી ફરજે, પ્રવૃત્તિ કરી વિશ્વસેવા બજાવી છે, તેને વિશ્વજને ગુણાનુરાગ દષ્ટિપૂર્વક પ્રેમથી સ્વીકારે અને તે પ્રમાણે તેઓ સ્વફરજને અદા કરો. સર્વ વિશ્વની ઉન્નતિ થાઓ જ અમ શાન્તિઃ શાન્તિઃ
शिवमस्तु सर्वजगतः परहितनिरतामवंतु भूतगणा: दोषाः प्रयान्तु नाणं-सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ संवत् १९४, आधिन मुदि पंचमी. म. पेथापुर-बुद्धिसागरसूरि,
For Private And Personal Use Only