________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૭
મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કરવું જોઈએ. આત્મન્નિતિના માર્ગપર સ્થિર રહીને કર્તવ્ય કાર્યો છે જે બાહ્યદશામાં મૂકાયો છું તદનુસારે કાર્યો કરવા જોઈએ. શેક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મસ્તદશામાં શેક પ્રકટતો જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શોક ન કરે જોઈએ.
અવતરણ–જે ભાવભાવ હોય છે તે થાય છે એમ માની સ્વકાર્યમાં પ્રવૃત્ત થા! દઢ સંકલ્પકાદિપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની શિક્ષા દર્શાવવામાં આવે છે. प्रारब्धकार्यसत्यागा, दात्मशक्तिः प्रहीयते। अतः संकल्पदार्थेन, कर्तव्यं कर्म युक्तिभिः ॥६१॥ . શબ્દાર્થ–આરંભેલા કાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે અતએવા સંકલ્પની દઢતાવડે યુક્તિવડે કાર્ય કરવું જોઈએ. - વિવેચન–કેઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે કરોડ વિચારે કરવા અને સ્વાધિકારે કર્તવ્ય કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ કેટી દુઃખે સહીને પણ તે પૂર્ણ કરવું. કદાપિ પ્રારંભિત કાર્યોને ત્યાગ કરવામાં આવે છે તે પરિણામ એ આવે છે કે આત્મશક્તિ વિનાશ પામે છે અને તેવું કાર્ય પુનઃ કરવા પૂર્વના જે આત્મત્સાહ રહેતો નથી. એકકાર્યની પૂર્ણાહૂતિ કરતાં અન્ય કાર્યની પ્રવૃત્તિમાં એકાદશગણી બલકે સહસગણું શક્તિ પ્રકટ થાય છે. પાણિપતના મેદાનમાં મરાઠાઓએ પાછી પાની કરી ભાગવા માંડ્યું તેથી તેઓની કાર્યશક્તિને અને મનુષ્યને સંહાર થયે પશ્ચાત્ તેઓની પડતીને પ્રારંભ થયે. એક મનુષ્ય જરા માત્ર પ્રારંભિત કાર્યથી પાછું પગલું ભરે છે તે તેના સહચરે તે મુઠીઓવાળીને ભાગે છે. પૂરવેગમાં દેડનાર ઘડાને એકવાર અટકાવવામાં આવ્યું છતે પૂર્વની ગતિ જેવી તુર્ત તેની પુનઃ ધાવનગતિ થવી અશક્ય છે. પ્રારબ્ધકાર્યના ત્યાગથી આત્મામાં દૈન્ય ઉદ્ભવે છે, પશ્ચાત્ મન અને કાયામાં ભેદભાવ ઉદ્ભવે છે, અર્થાત્ મનના અનુરૂપ કાયાનું પરિણમન થતું નથી. ભેળા ભીમે કુતુબુદ્દીન સાથે અજમેરમાં યુદ્ધ પ્રારંભુ પરંતુ એક વાર તે પાછા હઠ કે તુર્ત તેની સેનાએ પલાયન આરંભ્ય અને
For Private And Personal Use Only