________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮ ણાયા. તેનું કારણ એ છે કે તેઓ કૃત્યાકૃત્યના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોને વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કર્મયોગી તરીકે પ્રસિદ્ધિને પાપે તેનું કારણ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિ ચેની કૃત્યાકૃત્યવિવેકથી પૃથક્કરણતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૃત્યાકૃત્ય વિવેકવડે કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકર્ષ હતી, પરંતુ કૅરોએ કૃત્યાકૃત્ય વિવેકની દષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અનેકૈરોને પરાજય થયું, અને પાંડવોને જય થયે. જે મનુષ્ય કૃત્યાકૃત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અર્ધ તરીકે તે સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજ્ય સારી રીતે કરી શક્યું પરંતુ કૃત્યાકૃત્ય વિવેક વિના તેણે સેમેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાનો પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણઘેલામાં પણ કૃત્યાકૃત્યવિવેકદષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રીકુમારપાલરાજામાં કૃત્યાકૃત્ય વિવેક સારી રીતે ખીલ્યું હતું તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્ય કાર્યો કરીને ઈતિહાસના પાને પિતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત્ ગાદીએ બેસનાર અજયપાલ રાજામાં કૃત્યાકૃત્ય વિવેકની ઘણી ખામી હતી તેથી તે સર્વ પ્રજાને પ્યાર મેળવી શકે નહિ અને તેને કેઈએ મારી નાખે. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહમાં કૃત્યાકૃત્યને વિવેક નહતું તેથી તેઓએ કેટલીક ધર્માન્યપણાથી નકામી લડાઈઓ કરીને હિન્દુઓની અરૂચિ હેરી લીધી. કૃત્યાકૃત્યવિવેકથી વ્યાવહારિક લાકિક બાબતેમાં અને ધર્મની બાબતમાં કાર્યસિદ્ધિ થાય એવી પ્રવૃત્તિ કરી શકાય છે અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાકૃત્યવિવેક અને ઉત્તમ લિકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિના વિજયને મેળવ્યું છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનુભવાય છે. કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકુલતાને ભજે છે. મનુષ્યની રૂચિને પિતાના પ્રતિ આકર્ષવી અને મનુષ્યના અભિપ્રાયને ધ્યાનમાં લેઈ કર્તવ્ય સાર્વજનિકકાર્યો કરવામાં, અથવા
For Private And Personal Use Only