________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
એકબીજાનું અશુભ કરવાની વૃત્તિ આદિ મોહનિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. ચાવડા, સોલંકી, વાઘેલા, ચોહાણે વગેરે રજપુત જાતિ હાલ ખેતી વગેરે કરી ગુજરાન ચલાવે છે અને કેટલાક તે બિલકુલ ગરીબ બની ગયા છે તેનું કારણ એ છે કે તેઓએ સ્ત્રીઓ માટે ક્લેશ, રૂપ મેહ, અનેક પ્રકારનાં વ્યસનની ઈરછાઓકલેશકુસંપ-અજ્ઞાન-વિદ્યા પ્રતિ અરૂચિ, ટુંક દષ્ટિ, પરસ્પર એકબીજાની અત્યંત ઈર્ષ્યા, જાતિદ્વેષ, જાતિદ્રોહ, અનીતિ વગેરે અનેક મેહવૃત્તિયેની નિદ્રાના વશવતિ થયા અને તેથી તેઓ વ્યવહારમાં નિઃસત્વ બની ગયા અને આત્માના ગુણોથી ભ્રષ્ટ થયા. પરસ્પર જાતિદ્રહ, ઈર્ષારૂપ મેહનિદ્રાના જે તાબે થાય છે તેને સ્વમમાં પણ સુખ મળતું નથી. આ વિશ્વમાં પ્રત્યેક આત્માને સ્વલ્પઘનશે મોહનિદ્રા લાગેલી હોય છે તેના જેરને હઠાવવાથી દ્રવ્ય અને ભાવથી વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સુલાભ પ્રાપ્ત થાય છે. ચેતનજી પોતાના ક્ષમા, દયા, પ્રીતિ, નિર્લોભતા, એકતા, સહનશીલતા, વૈરાગ્યતા, ભક્તિ આદિ વ્યવહાર ગુણને વિસ્મરીને મોહનિદ્રાને તાબે થાય છે તેથી તેમને કોઈ પણ જાતને લાભ પ્રાપ્ત થતું નથી. જળ વલવતાં કદાપિ માખણ નીકળે નહિ અને તેમજ રેતી પોલતાં કદાપિ તેલ નીકળે નહિ તત આત્મા પિતાના જ્ઞાનાદિગુણને પ્રકાશ ત્યજીને મેહપ્રકૃતિના અધીન થઈ વિભાવદશારૂપ રાત્રિમાં ઉઘે તે તેથી તેઓ વિશ્વમાં અનેક પ્રકારના સાંસારિક રાજ્ય લાભ, વ્યાપાર લાભ આદિ લાભેને ગુમાવી નાખે અને આત્માના ગુણેનું આચ્છાદન કરી નાખે. આવી તેમની દશા થતાં તેઓ ઉચ્ચદશા પરથી નીચે પડે અને અનેક અવતારે ગ્રહી દુઃખી થાય માટે ચેતનજીને કહેવામાં આવે છે કે હે ચેતન! તું મોહનિદ્રાને ત્યાગ કર અને જાગ્રત્ થા. સ્વાત્મગ્ર સર્વ કાર્યો કરવાને ઉઠ. સ્વયેગ્ય કાર્યો કરવાં એજ તારું વાસ્તવિક કર્તવ્ય છે. હે ચેતન! સ્વાત્મબોધથી ઉઠ. ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર. અદ્યપર્યન્ત કેમ અન્ધકારમાં પડી રહ્યા છે. હારા કર્તવ્યના માર્ગે ગમન કરવામાં જે જે કાંટાઓ પડ્યા હોય તેઓને દૂર કર. હવે ઉત્સાહથી હારું જીવન ભરી દે અને જાણે નવું બાલજીવન પ્રાપ્ત કર્યું હોય એ
For Private And Personal Use Only