________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬ કાર્યો, દેશવિશ્વસેવા વગેરે શુભ કાર્યોના માર્ગ ઉતરી જાત અને તેથી તેઓનું જીવન ઉચ્ચ બનત. ભૂતકાળમાં જે જે શુભાશુભ વિચારો અને શુભાશુભાચારે–પર્યાયે સેવેલા હોય છે તેમાંથી સત્યને તારવી શકાય છે અને પાપને પશ્ચાત્તાપ કરાય છે તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કર્તવ્યવિચારે અને આચારમાં અનન્ત ગુણ વિશુદ્ધિ પ્રગટે છે. લગેટીવાળા મહાત્માની પેઠે ભૂતકાળનાં કાર્યોની યાદી કરવાથી ભૂલની યાદી આવે છે અને તેથી વર્તમાનમાં તેની કર્યા વિના ચેતીને ચાલી શકાય છે. એક વિદ્વાન બ્રાહ્મણ હતું તેને સંન્યાસ ગ્રહવાની ઈચ્છા થઈ. તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તે નદીના કાંઠે વિચરવા લાગે. ચેમાસાને કાલ આવ્યું ત્યારે તેના મનમાં એવી ઈરછા થઈ કે નદીના કાંઠે કઈ તડમાં ગુફા હોય ત્યાં રહેવું. એક ગામ પાસે નદીના કાંઠે ગામથી થોડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યો અને પ્રાણાયામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યું. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થ આવી દર્શન કરવા લાગ્યા. સંન્યાસી મહારાજની ગામમાં લેક સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુરૂષે દર્શન કરીને સ્વાત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂએ સંન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લંગોટી પહેરવાનું કહ્યું. સંન્યાસીએ પુરૂષના અત્યંતાગ્રહથી લેકેએ આપેલી એક લંગોટી ધારણ કરી. સંન્યાસીને ગામના લોકે પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કેઈ કઈ વખત ગામના લેકે દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંન્યાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સંન્યાસી મહારાજ જે લગેટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં એક ઠેકાણે મૂકતા હતા તેને મૂષકે કાતરવા લાગ્યા તેથી દરરોજ લંગોટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણે કહેવા લાગ્યા કે સંન્યાસી મહારાજની લંગોટીને દરરોજ ઉંદરે કાતરી કાપી નાખે છે માટે એક બિડાલના બચ્ચાને અન્ન રાખ્યું હોય તે. તેથી લંગોટી કાતરી ખાવાની ઉપાધિ ટળે. આ પ્રમાણે બ્રાહ્મણોએ
For Private And Personal Use Only