________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४ વાર વીંટળાયેલું હતું પણ હવે હું એકલે જાઉં છું. હું જાણતો નથી કે આ જગમાં મારું આગમન શામાટે અને કેવી રીતે થયું ? મારે જેટલે સમય પરમાત્માની ભક્તિથી રહિત ગયે છે તે સમયને માટે પશ્ચાત્તાપ કરું છું. હું આ દેશ અને લોકસમુદાયમાં રહીને આત્માનું કિંચિત્ પણ કલ્યાણ કરી શક્યો નહિ. મારું જીવન મિથ્યા ગયું. પરમાત્મા મારા ઘટમાંજ વસે છે પણ મારી અધ ચક્ષુઓએ તેની અગાધ શક્તિઓનું નિરીક્ષણ કર્યું નહિ. જીવન ક્ષણિક છે અને ગયેલે સમય પાછો આવતો નથી. મારું પરકમાં પણ કલ્યાણ થવાની આશા નથી. શરીરસંપત્તિ નષ્ટ થઈ છે અને કેવલ અસ્થિચર્મ શેષ રહેલાં છે...........ગભરાયેલા સિન્યવત્ મારી અવસ્થા છે. મારું હૃદય ઈશ્વર૫રાખ અને અશાંતિસ્થાન છે. તેનું રાજ્ય જરા માત્ર છે કે નહિ તે મારું હૃદય જાણી શકતું નથી. આ દુનિયામાં હું આવ્યું ત્યારે મારી સાથે કાંઈ પણ લાવ્યું નહોતું પણ હવે મારી સાથે પાપની પિટલી બધી જાઉં છું. મને ખબર પડતી નથી કે મને શી શિક્ષા ભેગવવી પડશે. જો કે મને પરમાત્માની કૃપા ઉપર કાંઈક શ્રદ્ધા છે પણ હું મારાં પાપને લીધે પશ્ચાત્તાપ કરી રહ્યો છું અને જ્યારે મેં પિતે અગણિત જનની આશાઓ નિષ્ફળ કરી છે ત્યારે અન્ય પાસેથી મારી આશાઓ પૂર્ણ થવાને હું શી રીતે વિશ્વાસ રાખી શકું? જે થવાનું હોય તે થાઓ, મેં મારી જીવનનૈકા મૃત્યુના સમુદ્રમાં ધકેલી મૂકી છે.......... સલામ! સલામ !!
વજુથે પત્ર. કામબષ્ણ! મારા હૈયાના હાર ........હવે હું એકલે જાઉં છું. તારી નિરાધાર સ્થિતિને લીધે મને બહુ ચિંતા થાય છે પણ એવી ચિંતા રાખવાથી હવે શું થાય? એ સંસારમાં જે જે દુઃખ આપ્યું છે, જે જે પાપ અને દુષ્કર્મો કર્યા છે તે સર્વનું ફળ મારી સાથે લેઈ જાઉં છું. આશ્ચર્ય થાય છે કે હું જ્યારે સંસારમાં આવ્યું ત્યારે કંઈ પણ સાથે લાગ્યું નહોતું, પણ હવે પાપને પર્વત સાથે લઈ જાઉં છું હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માત્ર ઈશ્વરનું જ ભાન થાય
For Private And Personal Use Only