________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
છે પણ તેને હું મારી પાસે જ રહેલે સમજું છું. મારે પ્રિય પાત્ર પ્રભુકૃપાથી હિંદુસ્થાનમાં આવી પહોંચે છે. જીવન પાણીના પરપોટા જેવું અને કાચની કલઈ સમાન છે. શહેનશાહના મૃત્યુ પશ્ચાત્ પણ કઈ તેને સ્વામી થશે એ હમેશાં યાદ રાખવું. આ સંસારમાં મેં મારા કર્તવ્યધર્મને સુહુરીયા પૂર્ણ બજાજો નહિ પણ સંસારની અસારતાથી હું મને અનભિજ્ઞ સમજતું નથી. અને તેથી હવે હું ભયભીત થાઉં છું કે મારી મુક્તિ કેવી રીતે થશે અને ન્યાયપરાયણ ઈશ્વરની સન્મુખ મારી શી ગતિ થશે ? જે કે હું સમજું છું કે ઈશ્વર દયાળુ છે અને તેના ઉપર મારી અતિશય શ્રદ્ધા છે, કિંતુ મારાં ઘર અને અક્ષમ્ય પાપના બદલામાં મારા ઉપર તે દયાદષ્ટિ કેવી રીતે કરશે તે હું જાણતે. નથી ! આ ભયથી હું કંપિત થાઉં છું. મારા મૃત્યુ પશ્ચાતું મારી છાયાપણ નહિ રહે. ગમે તે હે પણ હવે તે મેં મારી જીવનનકા અગાધ સાગરમાં છૂટી મૂકી છે. હવે ગમે તે કોઈપણ પ્રકારની યાતના, વિપત્તિ વા ભયની ઉલેલતાથી તે જીવનનકા ટકાવ કરી શકે, ઉછાળા મારે કે ભગ્ન થાય તેની મને ચિંતા નથી. મારી પશ્ચાત્ મારા પુત્રોને વિજયશાલી બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તેઓએ પિતાના કર્તવ્યનું પાલન કરવામાં પરાખ થવું ન જોઈએ. મારા પ્યારા પિત્ર બેદારબદ્ધ ઉપર દૈવી કૃપા અચલ રહેવાને માટે હું પ્રાર્થના કરું છું. જે કે બેદારબપ્સની સાથે મારે મેલાપ નહીં થઈ શકે, પણ તેને મળવાની બહુજ ઉત્કંઠા હતી. મારી પેઠે બેગમ સાહેબા અત્યંત વ્યાકુલ છે પણ તેના ચિત્તમાં શું ભર્યું છે તે પરમાત્મા જાણે. સ્ત્રીઓના મૂર્ણ અને અસ્થિર વિચારમાં નિરાશા સિવાય બીજું શું પ્રાપ્ત થાય? આ સર્વ મારી અંતિમ શિક્ષાઓ છે. સલામ ! સલામ !! સલામ !!!
तृतीय पत्र. શાહજાદા અજીમ! તમને અને તમારા પ્રિયજનને શાંતિ મળે. હું બહુ નિર્બળ થઈ ગયે છું અને મારાં સઘળાં અંગ શિથિલ થઈ ગયાં છે. જ્યારે હું જન્મ પામે ત્યારે મારી આસપાસ ઘણે પરિ
For Private And Personal Use Only