________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તન ચલાવવું. આ ગુણની હમેશાં જરૂર છે. સમયાનુસાર ચાલવું. પિતાની શક્તિ પ્રમાણે જ કેઈપણ કામમાં માથું મારવું. સિપાઈઓને પગાર ચઢી ગયે છે તે ધ્યાનમાં રાખવું. દારાને બેઠા બેઠા પગાર આપવાની વાર્તા પડતી મૂકી હતી અને અમારી પાસેથી ડું મલે છે તેથી તે અપ્રસન્ન છે. હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા છે તે માત્ર તારા માટે જ કર્યા છે તેથી મારા તરફ તિરસ્કારની દષ્ટિથી જોઈશ નહિ અને મેં તને કડવી શિક્ષા કરી હોય કે કઈ રીતનું દુઃખ આપ્યું હોય તે તે વિસ્મરણ કરવું, કારણ કે હવે તેનાથી કોઈ જાતને લાભ નથી. હવે તેના બદલામાં પ્રાણ આપવાથી પણ કશે ફાયદો નથી. અત્યારે મને અનુભવ થાય છે કે મારા શરીરમાંથી મારે પ્રાણ નીકળવા માંડે છે. હાય !
- -
द्वितीय पत्र. શાહજાદા શાહ અજીમશાહ! તારું કલ્યાણ થાઓ ! મારું ચિત્ત તારામાંજ છે. હવે હું વૃદ્ધ થઈ ગયે છું અને અશક્તિએ મને ઘેરી લીધે છે. મારા શરીરમાંથી શક્તિ તદ્દન જતી રહી છે. જેવી રીતે આ સંસારમાં ખાલી હાથે આવ્યું હતું તેવી જ રીતે ખાલી હાથે જવાનો છું. હું શા માટે પેદા થયે અને મારાથી શુભ કર્મ શું કરાયું તે હું જાણું શકતું નથી, પણ સુખને સમય વ્યતીત થયા બાદ દુખ અવસ્થંભાવી જ હતું. મેં મારા રાજ્યનું રક્ષણ તથા પ્રજાપાલન કરવામાં દરકાર રાખી નહિ. મારું અમૂલ્ય જીવન નિરર્થક વહી ગયું. મારી બુદ્ધિ અને જે રસ્તે દોરી ગઈ તત્પથગામી હું થયે. મારામાં સારું નરતું પારખવાની શક્તિ હોવા છતાં તે જોવાની કાળજી નહિ રાખવામાં મારે અવિવેકજ પ્રધાન હતું. વિચાર નહીં કર્યો કે જીવન ક્ષણિક છે, પરંતુ ક્ષપિતશ્વાસ આયુષ્યની મર્યાદામાંથી ઓછાજ થાય છે. પુનઃસંપ્રાપ્ત થઈ શકતા નથી તેથી હવે મારું કલ્યાણ થવાની મને આશા નથી. જો કે અત્યારે શારીરિક દુઃખ શાંત છે પણ હવે આ દેહ અસ્થિમવશેષ માત્ર છે. પ્રિય શાહજાદ, કામ બીજાપુર ગયે
For Private And Personal Use Only