________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સેવક બની સેવાના સર્વ શુભમાર્ગોને અંગીકાર કરવાને ઈચ્છે છે તેણે વાત્માને એવું પૂછવું કે હું મનુષ્યજન્મ ધારણ કરીને અદ્યપર્યન્ત કયાં કયાં શુભ, અશુભ, સ્વાર્થ અને પરમાર્થનાં કાર્યો કર્યાં. હે ચેતન! હું અદ્યપર્યન્ત મ્હારા જીવનમાં શું શું કર્યું તેને વિચાર કર. ભૂતકાળમાં જે જે શુભાશુભ વિચારચાર કરેલા હોય તેની યાદી કર. ભૂતકાળમાં કરેલા કૃત્યેની યાદી કરી જવાથી વર્તમાનકાલમાં જે જે કંઈ કરાય છે તેને સુધારો થાય છે અને આત્મપ્રગતિ ત્વરિત થયા કરે છે. ભૂતકાળમાં પ્રત્યેક પ્રાણીઓ જે જે શુભાશુભ વિચારે અને આચારે સેવેલા હોય છે તેના વર્તમાનફલ તરીકે જ્યાં સુધી સ્વાત્માને અવલેકી શક્તા નથી ત્યાં સુધી તે આત્મોન્નતિ અગ્રસ્થાનપર આરહી શકતું નથી. ભૂતકાલ કૃત્યેનું ફલરૂપ સ્વાત્માનું વર્તમાન પરિણમન છે. અએવ મનુષ્યભવની આદ્ય ક્ષણથી અદ્યપર્યન્ત જે જે કાર્યો કર્યા હોય તેને વિચાર કરી જવાથી અશુભ વિચારે અને આચારથી સ્વાત્માને હઠાવી શકાય છે અને શુભવિચારાચારોવડે સ્વાત્માને સંબંધિત કરી શકાય છે. અશુભવિચારે અને આચારો જે જે ભૂતકાળમાં સેવ્યા હોય છે તે વર્તમાન અને ભવિષ્યમાં અશુભ અશાતાદિ ફલ આપ્યા વિના રહેતા નથી. કતાર્યા રાત્તિ વોદિર
ઘરથમેવ મોડ્યું, તે મેં સુમસુમન્ “કર્મથી છૂટે ન કેય” ઈત્યાદિપને વિચાર કરવામાં આવે તે અવબોધાશે કે કૃત શુભાશુભકર્મ ભેગવ્યા વિના છુટકે થતો નથી. પૂર્વભવમાં જે જે શુભાશુભકર્મોને કર્તવ્યપ્રવૃત્તિથી કર્યા હોય તેઓને વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે છે, પરંતુ વર્તમાન મનુષ્યજીવનમાં જે જે આયુષ્ય ગયું તેમાં શુભાશુભ કયા કયા વિચારે અને આચારે કર્યા તેની તે યાદી કરી શકાય છે અને તેથી વર્તમાનકાલને સુધારી શકાય છે. જે મનુષ્યના હૃદયપટલ પર અજ્ઞાન અને મેહનું આચ્છાદન લાગી રહ્યું છે તેઓ ભૂતકાળમાં શું શું કર્યું તેને ખ્યાલ કરીને વિવેકપૂર્વક કર્તવ્ય કાર્યને વિચાર કરી શકતા નથી, તેથી તેઓ વર્તમાનમાં સ્વાત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકતા નથી. ભૂતકાળમાં કુતકર્મોને વિચાર કરીને વર્તમાનમાં સત્ય વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રાપ્ત કરી
For Private And Personal Use Only