________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
૧૭
આત્મત્કાન્તિ કરવા સાર, સેવા ધર્મજ છે જયકાર; સ્વાધિકારે સેવા ધર્મ, ઈચછું પામું શાશ્વત શર્મ. કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉં સદા મુદ્રા; બુદ્ધ બ્ધિ ધર્મ સેવામાં, સર્વરવાર્પણ થયા કરો. સેવક થઈ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મ પેઠે સર્વની, સેવાથી શિવ થાય. સેવામાં મેવા રહ્યા, સેવક થાતાં બેશ,
બુદ્ધિસાગર પામિયે, પૂર્ણનન્દ હમેશ. સત્તાએ આત્મા તે પરમાત્મા છે, એવું સાધ્યબિન્દુ અન્તમાં ધારણ કરીને સર્વ જીવોની સેવા કરવામાં સેવકસમાન પ્રવૃત્તિ સેવવી એ સ્વફરજ છે, એવું ધારણ કરીને તથા સર્વ જીવની ઉત્કાન્તિ માટે સેવા એ સ્વાભેન્નતિ હેતુભૂત છે; એવું હૃદયમાં સંલક્ષીને સ્વાધિકારે યથાશક્તિ સેવા કરવામાં મન, વાણી, કાયા, સત્તા અને લક્ષ્મીને ભેગ આપ એ સ્વકર્તવ્ય છે; માટે તે અનેક વિપત્તિ સહીને કરવું જોઈએ. સર્વજીનું શ્રેયઃ કરવા તેઓની ઉન્નતિ થાય અને તેઓ દુઃખ રેગાદિકથી મુક્ત થાય એવી સેવા પ્રવૃત્તિ સેવતાં અન્ય લોકો સ્વકદર ન કરે વા પ્રતિકુલ થાય તેથી સેવાધર્મમાં મન્દપરિણામી ન બનવું. સર્વ જીવોની સેવા કરતાં કદાપિ સર્વ જગત્ સેવકપ્રતિ એક સરખે ઉત્તમ અભિપ્રાય ન બાંધે, વિરૂદ્ધ બોલે, વિરૂદ્ધાચરણ કરે; તથાપિ માતા સ્વશિશુને ઔષધ પાવે છે તત્સમયે માતાને કટુતાદિ લીધે શિશુ પાટુ મારે છે તો પણ માતાના મનમાં કંઈ આવતું નથી તદ્રત અન્તમાં શુદ્ધ પ્રેમ ધારણ કરીને અને વિશ્વના અભિપ્રાયે ગમે તેવા શુભાશુભ હે પરંતુ સ્વકર્તવ્ય એ છે કે વિશ્વના શુભાશુભાભિપ્રાયેપ્રતિ લક્ષ્ય ન આપતાં સ્વકર્તવ્ય કર્યા કરવું. અને આત્મસાક્ષીએ શુભ સેવામાર્ગોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કર્યા કરવી. સેવાધર્મ સેવવા માટે સેવક બની આલ્ફાસે સર્વવિશ્વને આત્મવત્ માની સંગ્રહનય સત્તાએ સર્વ વિશ્વજીને આત્મરૂપ દેખી માની અને અનુભવીને તેઓની કર્મવડે
For Private And Personal Use Only