________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
તેપણુ સત્તાએ સર્વ ગુણાવડે આત્મા પરિપૂર્ણ છે એમ માનીને ખા કર્તવ્ય કાર્યો કરતાં ખાદ્ય પદાર્થીની પ્રાપ્તિમાં વા અપ્રાપ્તિમાં, વા ખાહ્ય કર્તન્ય કાચેરીની પૂર્ણતામાં વા અપૂર્ણતામાં તથા સ્વાધિકારે જે જે કંઈ કરાય છે તેમાં અસતાષ, શોક, ચિન્તા વગેરે માનસિક લાગણીઓ પ્રગટ થતી નથી. આવી દશા પામીને જે કાઈ આત્મજ્ઞાની કર્તવ્યકાર્યોને કરે છે તે સ્વને તથા સમષ્ઠિને સ્વર્ગસમાન દ્વિવ્ય બનાવી શકે છે. એવી દશા પ્રાપ્ત કર્યા વિના કરોડો મનુષ્ય ભલે કર્તવ્ય કાર્યો કરે, પરન્તુ લાભ તે એક ગણા અને જગને અનન્ત ગુણી હાનિ પહેાંચાડી શકે છે અને આત્મજ્ઞાની એવી દશાએ કર્તવ્યકાર્યો કરતા છતા જગને અનન્તગુણુ લાભ અને એક ગુણુ હાનિ પહોંચાડી શકે છે. માટે કરોડો અજ્ઞાનીએ કરતાં એક આત્મજ્ઞાની અનન્ત ગુણા ઉત્તમ અવમેધવા. તથા તે તેના કરતાં અનન્ત ગુણુ લાભ પહોંચાડનારા અવબાધવા. ઉપર્યુક્ત ષ્ટિએ નિ:સંગ, નિર્ભય નિત્ય અને પૂર્ણ સ્વરૂપ આત્મા જેણે માનેલ છે તેજ ખરી રીતે જગતને અને પેાતાને લાભ પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેજ કર્તવ્યુકાર્યના વ્યવહાર અને નિશ્ચયતઃ અધિકારી અને છે. જેણે સ્વાત્માને પૂર્ણરૂપ અવોધ્યા છે તે સ્વાત્મામાં અનન્ત સુખની પૂર્ણતા સત્તાએ માનીને પર જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને જગતની હાનિ થાય એવા મન, વચન અને કાયાથી પ્રયત્ન કરતા નથી અને તેમજ તે બાહ્ય કર્તવ્યકાર્યમાં માન પઢવી વગેરેની અભિલાષા ધારણ કરીને, અસંતોષવૃત્તિથી પ્રયત્ન કરતા નથી. માન, પૂજા, કીર્તિ પદવી યશ વગેરેની લાલસા ખરેખર જેણે સ્વાત્માને પૂર્ણ નથી જાણ્યે તેને ઉત્પન્ન થાય છે અને તેથી તે આત્મા પૂર્ણ છતાં ભ્રાન્તિથી માન, પૂજા, કીર્તિ, પદવી વગેરેથી પોતાના આત્માને પૂર્ણ કરવા મથે છે અને તેની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ કરી કર્મના દાસ અને છે. આત્મામાં સર્વ શુષ્ણેાની પૂર્ણતા માનીને જે બાહ્ય કર્તવ્ય કાર્યો કરે છે તેને યશ-કીર્તિ-માન-પ્રતિષ્ઠા-પૂજા—સત્કાર અને બહુ માન મળે વા ન મળે તેની દરકાર રહેતી નથી. કારણ કે તે પેાતાની સ્વાભાવિકી પૂર્ણતા વિના અન્ય ભ્રાંતિરૂપ પાગલિકી
For Private And Personal Use Only