________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
નિ:સંગભાવનામાં આરૂઢ થયાવિના નિર્બંધ થવાના નથી. બાહ્યસંગ તે અવશ્ય જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી તીર્થંકરાદિ સરખાને રહે છે તે અન્યને રહે તેમાં શું આશ્ચર્ય ? અલબત કંઇ આશ્ચર્ય નથી. અતએવ આત્માને ઉચિત એ છે કે મનની શુભાશુભ કલ્પનાથી પોતાને શુભાશુભ સંગી ન માની લેવે. આત્મા નિઃસંગ છે તેથી આત્મા સ્વયમેવ સિદ્ધ અને છે. એક અમલદાર જેમ પોતાની નોકરી પૂર્ણ થયાથી પોતાના ચાર્જ અન્ય અમલદારને સોંપી આનન્દથી છૂટો પડે છે તેમ પ્રત્યેક મનુષ્યે નિ:સંગ આત્માને માની કર્તવ્યકાર્યાં કરતાં છતાં અન્તર્થી તે તે પદાર્થોના સંબંધજ પેાતાની સાથે નથી એમ માની પ્રવર્તવું કે જેથી રિત, અરિત, રાગદ્વેષરૂપ આચ્છાદનાથી પોતાના આનન્દ ગુણુ આચ્છાદિત બની જાય નહિ. બાહ્યકર્તવ્યકાર્યો કરતાં છતાં પણ અન્તર્થી નિઃસંગ રહેવાથી જ્યારે જોઇએ ત્યારે આત્મા આનન્દ્રમાં ઝીલતે માલુમ પડે છે અને તે કઈ જાતના મમત્વના બંધનથી પોતાના આનન્દ ખાઇ બેસતા નથી. અતએવ નિઃસંગભાવનાવડે આત્માની નિઃસગતા પ્રાપ્ત કરવાની જરૂર છે. નિ:સંગતાયુક્ત આત્માને આ સંસારમાં સર્વ કર્તવ્યકાર્યો કરવાના અધિકાર છે, કારણ કે તેથી તે બાહ્યસયાગાથી અંધાતા નથી. તેને તે આ વિશ્વ એક રમકડા સરખુ લાગે છે, અને તે અનેક પરિવર્તનમાં સ્વાત્માને શુભાશુભભાવથી વિમુક્ત રાખે છે. આત્માની નિ:સંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પ્રત્યેક મનુષ્યે વિચારીને કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થવું જોઇએ. નિ:સંગભાવનાથી સર્વમાં છતાં સર્વશ્રી ન્યારા એવા આત્મા અનુભવાય છે. આર્યાવર્તના મનુષ્યા જ્યારે આત્માની નિ:સંગતાથી ભ્રષ્ટ થયા ત્યારે તે કાર્ય કરવામાં મમત્વભાવનાવડે મ્હારૂં ત્હારૂં માની નીચ કોટીપર આવી ગયા. પૂર્વે મનુષ્યો નિઃસંગતારૂપ આત્માને અનુભવતા અને બાહ્યકર્તવ્યકાને કરતા હતા તેથી તે ખાતાં પીતાં હરતાં ફરતાં છતાં ગુણસાગરાદ્મિની પેઠે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા. હાલ મનુષ્યા ધર્મના મતમતાંતરામાં દૃષ્ટિરાગી બનીને મૂલધમ સામું દેખતા નથી. સત્ય સદા સૂર્યની પેઠે એકસરખું પ્રકાશિત રહે છે. સત્યાન્દમય સર્વ મનુપ્યાના આત્માઓ છે. દેશકાલાનુસારું સર્વ મનુષ્યા. સત્યધર્મને શેધી
For Private And Personal Use Only