________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
છે. ખાદ્યજડપદાર્થો પોતાના આત્માપર સામ્રાજ્ય ભાગવે તે અવએધવું કે નિઃસંગતા પ્રાપ્ત થઈ નથી. આહ્યજડપદાથે ના સંબંધમાં સંગમાં છતાં પણ તેના પર આત્મા આધિપત્ય મેળવે તે નિ:સંગતા પ્રાપ્ત થઇ એમ અવમેધવું. બાજીગર ઇન્દ્રજાળના પદાર્થ્રોપર શુભાશુભભાવ અર્થાત્ હર્ષ શાક સુખદુઃખપ્રદભાવ ધારણ કરતા નથી તેથી તે ઇન્દ્રજાળવડે આજીવિકા ચલાવે છે છતાં ઈન્દ્રજાળથી નિઃસંગ રહી શકે છે. એકરાજાને પખંડનુ રાજ્ય છતાં અન્તી તેમાં રાગદ્વેષની વૃત્તિથી સંબંધ નથી તો ખાદ્યસંગ છતાં પણ નિ:સંગ છે અને એક ભિક્ષુક માથી નગ્નાવસ્થામાં છતાં રાજ્યસંપાદિના ઇચ્છુક છે તે તે અન્તી સંયુક્ત છે. અતએવ અત્રવાસ્થ્ય સારાંશ એ છે કે આત્માની નિ:સગતાથી ખાઘશુભાશુભ પદાર્થોના સંબંધમાં આવતાં બાહ્યપદાર્થોની શુભાશુભ અસર પેાતાના આત્માપર થતી નથી અને તેથી આત્માના આ નન્દમય અનન્તજીવનની પ્રાપ્તિ થાય છે. એક ઋષિએ પોતાના કેટલાક તપરવી શિષ્યા દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સગી કહીને એલાવ્યા અને કેટલાક ગૃહસ્થભક્તો આવ્યા તેઓને નિ:સંગી કહીને બોલાવ્યા. આનું કારણ એ હતું કે તપસ્વીઓને વિષયભાગે ભાગવવાની મનમાં પ્રમલવાસના પ્રગટતી હતી અને ગૃહસ્થાના મનમાં જ્ઞાનયેાગે પરિપકવ વૈરાગ્ય થવાથી સર્વ સંસારનો ત્યાગ કરવાની પ્રશ્નલભાવનાઓ જાગ્રત થતી હતી. આ પ્રમાણે અન્તર્ની દશાથી તપસ્વીઓને સંગી કહ્યા અને ગૃહસ્થભક્તોને નિ:સંગી કહ્યા. નિ:સંગતાની ભાવનાથી અનેક પ્રકારની ઉપાધિયા આવ્યા છતાં ઉપાધિયામાં રાગદ્વેષના સંગી બની જવાતું નથી અને ઉપાધિયેામાં નિઃસંગ રહેવાથી કેટલાક રોગાના શરીરપર હુમલા થતા નથી અને શાક ચિન્તાના અણુવિચારોનો મનપર હુમલા થતા નથી તેથી બાહ્યથી ગમે તેવી દશા હોવા છતાં આત્મા નિઃસંગપણાથી આત્માનંદ ભાગવવા સમર્થ અને છે, એક કલાક પર્યન્ત આત્માને નિઃસંગ ભાવ્યાથી તે સર્વ પ્રકારના બેજાએથી હલકા થઇ જાય છે અને જાણે તે સર્વમાં છતાં સર્વમાં નથી એવા અનુભવ આવે છે. અને અન્ય અજ્ઞાનીએના કરતાં કરોડ ગણા અનન્તગુણ નિર્લેપ રહી શકે છે. આત્મા જ્યારે ત્યારે પણ આવી
For Private And Personal Use Only