________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
અમર રહે છે. અંધ માતૃપિતૃની સેવા માટે અન્ય કશું કંઈ ન જેવું અને માતૃપિતૃમાં સર્વ પૂજ્યતા અનુભવીએ એ કંઈ સામાન્ય બાબત નથી. માતપિતાને કાવડમાં ઘાલીને સર્વ તીર્થોની યાત્રા કરાવવી એ કંઈ સામાન્ય વાત નથી. અંધ માતપિતાને પોતાના હાથે ખાવાનું કરી આપવું અને તેઓનાં વસ્ત્ર ધોવાં. તેઓના શબ્દ ત્યાં પિતાના પગ એવી સેવા પ્રવૃત્તિમાં સ્થિર રહેવું એ ખરેખર શ્રવણ ધન્યવાદપત્રભૂત છે. માતપિતાની સેવારૂપ શુભકાર્યમાં શ્રવણ જેવા આદર્શ પુરૂષ અલ્પ થયા હશે. શ્રવણ હાલ અત્ર નથી તે પણ તેના નામથી અને તેના શુભકાર્યથી સંપ્રતિ મનુષ્ય પર તેની ભારે અસર થાય છે. શ્રવણ જે અસર તે બેલીને કરી શકે નહિ તે અસર તેના બેલ્યા વિના તેની માતાપિતાની સેવારૂપ શુભકાર્યથી ભવિષ્યકાલપર થઈ રહી છે. ગુરૂભક્તિરૂપ શુભકાર્ય માટે જૈન સગાલશાશેઠનું દષ્ટાન્ત વિશ્વમાં મૌજુદ છે. સગાલશાશેઠ કરેડાધિપતિ હતા. તેમના ઘરની શેભાને પાર નહોતે. દયા, શ્રદ્ધા, ભક્તિ, સત્ય, પ્રેમ, પોપકાર, દાનવીરતા વગેરે તેમનામાં અનેક ગુણે હતા. સગાળશા શેઠની પત્ની પતિવ્રતાધર્મમાં સદા નિઇ હતી. સગાળશા શેઠના વિચારે અને આચારની તે મૂતિ હતી. સગાળશાશેઠની સેવા કરવામાં તેમની પત્ની સદા તત્પર રહેતી હતી અને અતિથિની સેવા કરવામાં કોઈ જાતની બાકી રાખતી નહોતી. સગાલશાશેઠ અને તેની પત્નીના એક સદ્દગુરૂ હતા. તેની સેવા કરવામાં શેઠ અને શેઠાણું કઈ જાતને આત્મભેગ આપવામાં બાકી રાખતાં નહોતાં. કેઈ દેવતાએ સગાળશાશેઠ અને શેઠાણની ગુરૂસેવા માટે અન્યદેવ આગળ ઘણી પ્રસંશા કરી તેથી અન્યદેવને સગાલશાશેઠ અને શેઠાણ માટે પૂજ્ય લાગણી ઉત્પન્ન થઈ. એક વખત સગાળશા શેઠના ગુરૂ તેના ઘેર આવ્યા. ગુરૂએ સગાળશા શેઠ અને શેઠાણની પિતાના પ્રતિ ખરી ભક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા નિશ્ચય કર્યો. શેઠ અને શેઠાણીને તેના કેલઈયા પુત્રને મારી તેનું ભેજન બનાવવાનું કહ્યું. તે પ્રમાણે શેઠે અને શેઠાણીએ પુત્ર મારવાની પ્રવૃત્તિ કરી તેમાં ગુરૂભક્તિના ગે જરા માત્ર પંચાયાં નહિ. ત્યારે તેમની ખરી ભક્તિ જાણીને તેમના ગુરૂએ તેની આગળ તેના
For Private And Personal Use Only