________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
ખરા પુત્રને દેવતાઇ શક્તિદ્વારા રજુ કર્યા અને શગાલશાશેઠની ગુરૂ સેવા ભક્તિરૂપ શુભકાર્ય માટે ઘણી પ્રશંસા નીચે પ્રમાણે કરી:સગાલશા શેઠની પ્રશંસા.
સાચી ભક્તિ તવ મન અહા ધન્ય છે જાત હારી, સાચા સાચા હૃદય વચથી સદ્ગુરૂ ભક્તિ પૂરી; દ્ઘારા જેવા વિરલ જગમાં સદ્ગુરૂ ભક્તિ શૂરા, સેવા હારી બહુ ગુણમયી કે ન વાતે અધૂરા. વ્હાલા વ્હાલા નિજથકી ઘણા ચિત્તમાં જેહ લાગ્યા, હૈને માર્યાં મમત તજતાં આંચકા નાજ ખાધે;
દૈવી લીલા ગુરૂમન તણી સદ્ગુરૂ ભક્તિ માટે, પાછે ભાગ્યે નહિ નહિ જરા ધન્ય ભક્તિજ હારી. ધન્ય તવ પત્નીને ધન્ય તવ જાતને, ધન્ય તવ ભક્તિને ધન્ય સેવા, પુત્ર તવ મારતાં આંચકા નવ ધર્યા, ધન્ય તવ ભક્તિને ભક્તિ દેવા; ધન્ય તવ માતને સર્વરવાર્પણ કર્યું, ભક્તિમાં ખામી ના કાંઈ રાખી; અમર તવ નામ આ વિશ્વમધ્યે થયું, પામી શ્રદ્ધા તણી સત્ય ઝાંખી. ૩ શ્રદ્ધા ભક્તિ થકી પૂયા, સદ્ગુરૂ સ્વાર્પણે કરી; ધન્ય સેવા ભલી જગમાં, પામ્યા વિરલા જને અહે. ધન્ય શેઠાણી શેઠને, સ્વાર્પણ સેવા કરી ખરે; ચંદ્રભાનુ ઉગે તાવત્, યાદી કરશે સહુ જનો.
૫
સગાલશા શેઠના પુત્ર સંબંધી ગુરૂદેવે દેવતાની સાહાચ્ચે કૃત્રિમકેલઇયા પુત્રને મારવાની માયા રચી હતી, પરન્તુ તેને સાર એ છે કે શેઠે તે ગુડ્સેવામાં જરામાત્ર પણ મન વચન અને કાયાથી સર્વસ્વાર્પણ કરતાં બાકી રાખ્યું નહિ. માતૃ પિતાની સેવા ભક્તિરૂપ શુભકાર્ય અને શ્રીસદ્ગુરૂની સેવા ભક્તિરૂપ શુભકાર્યપર ઉપર પ્રમાણે દષ્ટાંતને વાંચી શુભકાર્યપ્રવૃત્તિમાં અડગ અચલ રહેવું જોઇએ. શુભકાર્યના પ્રારંભ માતૃ પિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતૃપિતૃ સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્ગુરૂની સેવા કરવાને લાયક ખની શકતા નથી. સત્તા, લક્ષ્મી અને વિદ્યાવૃદ્ધિ થઈ તે શું થયું? અલબત કંઈ નહિ. જ્યાં સુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત થયે નહિ અને તેમના ઉપકારનો પ્રતિ
For Private And Personal Use Only
૪