________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
શુવિચારો અને અશુભકાર્યના ત્યાગ કરવામાં જેટલે આત્મભાગ આપવા પડે તેટલે ન્યૂન છે. શુવિચારો દ્વારા શુભકાર્યોંમાં પ્રવૃત્ત થવાથી જે જે અંશે શુભવિચારા અને શુભકાર્યોમાં પ્રવૃત્તિ થાય છે, તે તે અંશે અણુવિચાર। અને આચારો ટળે છે; અતએવ શુભવિચારો અને શુભકાર્યોંમાં પ્રવૃત્ત થવાની અત્યંત આવશ્યકતા સિદ્ધ કરે છે. કોઈ મનુષ્ય પેાતાના શરીરની છાયાને પકડવા કરાડ ગણા પ્રયત્ન કરે અને છાયાની પાછળ દોડે તેથી છાયા કદાપિ ઝાલી શકશે નહિ, પરન્તુ તે મનુષ્ય સૂર્યના સન્મુખ દોડશે તે છાયા તેની પાછળ દોડતી દોડતી ગમન કરતી જણાશે. એ હૃષ્ટાન્તથી અબાધવાનું કે કીર્તિ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, સત્તા, સુખ એ સર્વની પાછળ દોડવાથી તે પ્રાપ્ત થતાં નથી, પરન્તુ જ્યારે મનુષ્ય પરમાત્માના સદ્ગુણાની પ્રાપ્તિ કરવા માટે જ્યારે શુભકાર્યાંવડે પરમાત્માના રૂપ સૂર્યના સન્મુખ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને લક્ષ્મીસત્તા અને સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. સત્કાર્યા કરવાની પાછળ દોડા એટલે લક્ષ્મી, કીતિ વગેરે તમારી પાછળ દોડતી માલુમ પડશે. સવિચારે અને સત્કાર્યમાં દરરોજ પ્રવૃત્ત થએલ મનુષ્ય સન્માર્ગપ્રતિ ગમન કરી શકશે. સત્કાર્યા કર્યા વિના કદાપિ વિશ્વમાં ઉચ્ચ થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે જે આદર્શપુરૂષો તરીકે વિશ્વમાં ગણાયા છે, તેઓએ પ્રથમ સત્કાર્યમાં રવાપણ કરીને પ્રવૃત્તિ કરી હતી. શુભવિચારો અને શુભકાર્યોમાં એટલા બધા ગુંથાયું જોઈએ કે ગમે તેવા અશુભ સયાગોમાં પણ અનુભવિચાર અને અશુભાચારની પ્રવૃત્તિ કરવા ધાર્યા છતાં પણ થઈ શકે નહિ. અશુભવિચાર। સ્વમનમાં દરરાજ કેટલા આવે છે અને કેટલા જાય છૅ, તેના ઉપર જ્યારે સૂક્ષ્મ પયેગથી જોવામાં આવે છે ત્યારે સ્વાત્માની કઈ દશા છે તેનો ખ્યાલ આવી શકે છે અને અશુભવિચારાને પરિહાર કરવા પ્રવૃત્તિ થઈ શકે છે. માતપિતાની ભક્તિમાં શ્રવણ આદર્શપુરૂષ થઈ ગયા તેનું ખરેખરૂં કારણ તેના માષિતાની ભક્તિના શુભવિ ચારા અને શુભાચારો હતા. માતૃપિતાની ભક્તિ સેવારૂપ શુભકાર્ય કરવા માટે શ્રવણે સર્વસ્વાર્પણ કર્યું હતું તેણે અનેક પ્રકારની ઇચ્છા પર માતૃપિતૃ સેવા માટે ય મેળળ્યેા હતેા તેથી તે અક્ષરદેહે વિશ્વમાં
For Private And Personal Use Only